જયશંકરની ચૂંટણી અંગે સુપ્રીમમાં સુનાવણી મોકૂફ

JAISHANKAR-BRITAN
JAISHANKAR-BRITAN

જયશંકરની ચૂંટણી અંગે સુપ્રીમમાં સુનાવણી મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતે વિદેશ મંત્રી એસ. જયશંકરની રાજ્યસભામાં ચૂંટણીને પડકારતી અરજી ઉપર સુનાવણી મોકૂફ રાખી છે.

જયશંકરના વકીલ કોવિડ-૧૯ને કારણે બીમાર હોય તેઓ અદાલતની કાર્યવાહીમાં હાજર રહી શકે તેમ ન હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

ચૂંટણીપંચે પેટાચૂંટણી માટે અલગ-અલગથી જાહેરનામા બહાર પાડ્યા હતા, જેના કારણે ભાજપના બંને ઉમેદવાર (જયશંકર અને જુગલજી ઠાકોર)નો વિજય સરળ બન્યો હતો.

કૉંગ્રેસે અલગ-અલગથી જાહેરનામાને બહાર પાડવાને હાઈકોર્ટમાં પડકારી હતી, જ્યાં અરજી કાઢી નખાતા સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે.