જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા: અલ-બદરનો પ્રમુખ આતંકી ગની ખ્વાજા ઠાર

18
ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત
ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત

જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના તુજ્જર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહૃાું છે. જોકે, હાલમાં પોલીસ અને સેના મોરચા પર તહેનાત છે. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી. જમ્મુ-કાશ્મીરના આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, સોપોર પોલીસે એક્ધાઉન્ટરમાં અલબદૃરના પ્રમુખ ગની ખ્વાઝાને ઠાર માર્યો છે, જે એક મોટી સફળતા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓ અંગે ખાનગી માહિતી મળતા સેનાની આરઆર-૨૨ બટાલિયન, જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ ટીમ અને સીઆરપીએફએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ સુરક્ષા બળોએ ભેગા મળી વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા ૬ આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયિંરગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા બળોએ પણ સામે ફાયિંરગ કરી એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક્ધાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે અને ઘટનાસ્થળથી મોટી સંખ્યામાં દારૂગોળો કબજે કરવામાં આવ્યો છે. જ્યારે હજી સુધી તપાસ અભિયાન ચાલુ જ છે.

Previous articleદેશમાં કોરોનાના રોગચાળામાં ૧૦,૧૧૩ કંપની બંધ થઇ
Next articleકંગાળ પાકિસ્તાનની વ્હારે આવ્યું ભારત: ૧.૬ કરોડ કોરોના રસીના ડોઝ આપશે