જમ્મુ-કાશ્મીરમાં સેનાના અધિકારીએ પોતાને જ ગોળીમારી કર્યો આપઘાત

6

જમ્મુ-કાશ્મીરથી એક મોટો સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે અહીં આર્મીના એક અધિકારીએ ગોળી મારીને આત્મહત્યા કરી છે. સૈન્ય અધિકારીઓએ સમાચારની પુષ્ટિ કરી અને માહિતી આપી. તેમણે કહૃાું છે કે આર્મીના એક અધિકારીએ ગોળીમારી આત્મહત્યા કરી છે. જો કે, આ પાછળનું કારણ શું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.મામલો શ્રીનગરનો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સૈન્ય અધિકારીનું નામ સુદિપ ભગતિંસહ કહેવમાં આવી રહૃાું છે.

આ પહેલા પણ આવા જ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં દિલ્હી પોલીસના એક એએસઆઈએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સવારે બની હતી. ઝાખીરા લાયઓવર નજીક સ્થિત પીસીઆર વાનમાં એએસઆઈએ છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. જે મામલે તપાસ હાથ ધરી છે.