જમ્મુ અને કાશ્મીરમાં ૩૧ જાન્યુઆરી સુધી લંબાયુ લોકડાઉન, તમામ શાળા-કોલેજો રહેશે બંધ

66
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ૩૧ જાન્યુઆરી સુધી લોકડાઉન લંબાવી દૃેવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવે જાહેર કરેલા આદૃેશમાં કહેવાયુ છે કે, કંટેન્મેંટ ઝોનમાં લોકડાઉન પ્રતિબંધો ૩૧ જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યા છે. તો વળી રેડ ઝોનમાં કંટેન્મેંટ ઝોનની બહાર અનલોક ગાઈડલાઈંસ પ્રભાવી રહેશે. આદૃેશમાં એવું પણ કહેવાયુ છે કે, હાલમાં રહેલા તમામ દિશા-નિર્દેશો આગળ પણ યથાવત રહેશે.

જમ્મુ કાશ્મીરમાં બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોના વાયરસની મહામારીને રોકવા માટે જાન્યુઆરી મહિનામાં અપાયેલા તમામ દિશા-નિર્દેશોચાલુ રહેશે. તમામ સ્કૂલો, કોલેજો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રહેશે. જો કે, ધોરણ ૯થી ૧૨ સુધીના વિદ્યાથીઓ માતા-પિતાની મંજૂરી લીધા બાદ સ્કૂલે જવાની મંજૂરી મળશે.