જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને બહુ મોટી સફળતા

15
J&K-TERRORIST-જમ્મુ
J&K-TERRORIST-જમ્મુ

Subscribe Saurashtra Kranti here

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરના ચાર ટોચના ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા

આતંકી સંગઠન લશ્કરના ચાર ત્રાસવાદીઓ હણાયા

જમ્મુ અને કાશ્મીરમાં આજે વહેલી સવારથી ખીણના શોપીયાન વિસ્તારમાં શસ્ત્ર દળો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી જેમાં સુરક્ષા દળોએ ચાર ખુખાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

Read About Weather here

સોપીયાનના મનીહાલ વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સસ્ત્ર દળોએ આખો વિસ્તાર ધેરી લીધો હતો. આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતા સુરક્ષાદળોએ આખા વિસ્તારમાં ઘેરો નાખી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં પાકિસ્તાની સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરના ચાર ટોચના ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આતંકી ગોળીબારથી એક ભારતીય જવાનને ઇજા થઇ હતી. તાજેતરના સમયમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ભારતીય દળોને બહુ મોટી સફળતા મળી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here