છ દિવસમાં સોનાની કિંમતમાં એકતરફી રૂપિયા ૯૦૦૦નો ઘટાડો

50

સોના-ચાંદીની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી ભારતીય માર્કેટોમાં સતત નીચી સપાટીએ પહોંચીએ છે. છેલ્લાં છ સેશનોમાં પાંચ સેશનમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. એમસીએક્સમાં છઠ્ઠા સેશનમાં ગોલ્ડ યુચર પ્રતિ ૧૦ ગ્રામદીઠ ૦.૧૨ ટકા ઘટીને ? ૪૭,૨૦૦ થયા હતા, જ્યારે સિલ્વર યુચર પ્રતિ કિલોએ ૦.૨ ટકા ઘટીને ? ૬૮,૫૯૩ થયા હતા. જોકે છેલ્લા સેશનમાં સોનામાં ૧.૨ ટકાનો અને ચાંદૃીમાં ૨.૮ ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાની કિમત ? ૫૬,૨૦૦ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી હતી. જ્યાંથી પ્રતિ ગ્રામદૃીઠ ? ૯૦૦૦ સસ્તું થઈ ચૂક્યું છે.

ગ્લોબલ માર્કેટ્સમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ ૧૮૧૧.૮૦ ડોલર હતી. એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સ યુચર તેજીમાં હતો, જ્યારે એશિયન માર્કેટમાં મજબૂતાઈ હતી. બજેટમાં આયાત ડ્યૂટીમાં કાપ મૂક્યો હતો. જેથી સ્થાનિક બજારમાં સોનાની કિંમત ઘટી હતી, જ્યારે ડોલર ઇન્ડેક્સમાં વધારો થતાં આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો ઘટી હતી.

આજે પણ વૈશ્ર્વિક માર્કેટમાં સોનાની આયાત ફરીથી સ્થિર રહી હતી. ઇક્વિટીમાં વધારો થતાં સોનાની કિંમત પ્રતિ ઔંસ ૧૮૧૧.૮૦ ડોલર હતી.

અમેરિકાની બાઇડન સરકારે રાહત પેકેજ જાહેર કરતાં વિશ્ર્લેષકોએ એસેટની કિંમતો અને ફુગાવો વધવાની દહેશત વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે સોનાની કિંમતો નીચા સ્તરે પહોંચશે. ફુગાવા સામે સોનામાં અને કરન્સીના ઘટાડા માટે હેિંજગ થયું હોવાનું માનવામાં આવે છે.