ચોંકાવનાર અહેવાલ : હલકી ગુણવત્તાવાળા તેલનું સેવન કરતા ૧૦૦૦માંથી ૨૭ બાળકો મૃત્‍યુને ભેટે છે…

ચોંકાવનાર અહેવાલ : હલકી ગુણવત્તાવાળા તેલનું સેવન કરતા ૧૦૦૦માંથી ૨૭ બાળકો મૃત્‍યુને ભેટે છે...
ચોંકાવનાર અહેવાલ : હલકી ગુણવત્તાવાળા તેલનું સેવન કરતા ૧૦૦૦માંથી ૨૭ બાળકો મૃત્‍યુને ભેટે છે...

ભારતમાં દરેક બાબતે પヘમિી દેશોનું અનુકરણ કરવાની આંધળી દોટ ચાલી રહી છે. દેશમાં લોકો ખાણીપીણી બાબતે ખાસ કરીને પヘમિી ઢબ અપનાવી રહ્યાં છીએ. તેને કારણે માનવ સ્‍વાસ્‍થય સામે જોખમ ઉભું થઈ રહ્યું છે અને બળતામાં ઘી સમાન હવે વધુ કમાવવાની ઘેલછાએ ગુણવત્તામાં પણ બાંધછોડ કરવામાં આવી રહી છે. કોઈપણ આહારના સૌથી જરૂરી ઈન્‍ગ્રિડિયન્‍ટ્‍સ અર્થાત સામગ્રીમાં છેતરપિંડીને કરીને લોકોના સ્‍વાસ્‍થય સાથે ગંદી રમત રમવામાં આવી રહી છે. આ વચ્‍ચે હવે અમેરિકાની યુનિવર્સિટીના એક અહેવાલે વોર્નિંગ બેલ વગાડ્‍યો છે.

ચોંકાવનાર અહેવાલ : હલકી ગુણવત્તાવાળા તેલનું સેવન કરતા ૧૦૦૦માંથી ૨૭ બાળકો મૃત્‍યુને ભેટે છે… ગુણવત્તાવાળા

ભારતમાં ભોજન બનાવવા માટે વપરાઈ રહેલા ખરાબ ગુણવત્તાના તેલને કારણે પ્રત્‍યેક ૧,૦૦૦ બાળકોમાંથી ૨૭ બાળકોનું મૃત્‍યુ થઈ જાય છે. ભારતમાં રસોઈ બનાવવા માટેના ઇંધણ વિકલ્‍પો અને ભારતમાં બાળ મૃત્‍યુદર’ શીર્ષકના અહેવાલમાં કોર્નેલ યુનિવર્સિટી ખાતે ચાર્લ્‍સ એચ. ડાયસન સ્‍કૂલ ઓફ એપ્‍લાઇડ ઇકોનોમિક્‍સ એન્‍ડ મેનેજમેન્‍ટના પ્રોફેસર અર્નબ બાસુ સહિતના લેખકોએ ૧૯૯૨થી ૨૦૧૬ દરમિયાન મોટાપાયે ઘરોના સર્વેના ડેટાનો ઉપયોગ કર્યો છે. આ પ્રદૂષિત ઇંધણ માનવ સ્‍વાસ્‍થ્‍ય પર શું અસર કરે છે તે જાણવા માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો અને અંતે તારણ મળ્‍યું કે એક મહિના સુધીના શિશુઓ પર આ ખરાબ ખાધાન્ન ઈંધણની સૌથી વધુ અસર થાય છે.

ચોંકાવનાર અહેવાલ : હલકી ગુણવત્તાવાળા તેલનું સેવન કરતા ૧૦૦૦માંથી ૨૭ બાળકો મૃત્‍યુને ભેટે છે… ગુણવત્તાવાળા

બાસુએ કહ્યું કે આ એક વય જૂથ છે જેના ફેફસાં સંપૂર્ણ રીતે વિકસિત નથી હોતા અને નવજાત બાળક પોતાનો મોટાભાગનો સમય તેમની માતાના હાથમાં જ વિતાવે છે અને માતા અનેક કિસ્‍સામાં આ સમયે પણ ઘરની પ્રાથમિક રસોઈયા હોય છે. અહેવાલો અનુસાર ભારતમાં દર ૧,૦૦૦ શિશુઓ અને બાળકોમાંથી ૨૭ ખરાબ રસોઈ ઈંધણના સંપર્કને કારણે મૃત્‍યુ પામે છે.

વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ મુજબ વિશ્વની લગભગ એક તૃતીયાંશ વસ્‍તી લાકડા, ગોબર અથવા પાકના કચરાનો બળતણ તરીકે ઉપયોગ કરીને ચૂલા અથવા સ્‍ટોવ પર ખોરાક રાંધે છે અને તેને કારણે દર વર્ષે વિશ્વભરમાં ૩૨ લાખ લોકો મૃત્‍યુ તરફ ધકેલાય છે.

ચોંકાવનાર અહેવાલ : હલકી ગુણવત્તાવાળા તેલનું સેવન કરતા ૧૦૦૦માંથી ૨૭ બાળકો મૃત્‍યુને ભેટે છે… ગુણવત્તાવાળા

બાસુએ કહ્યું કે આ મામલે પરિવર્તન લાવવું ખૂબ મુશ્‍કેલ પરંતુ શક્‍ય છે. મોટાભાગનું ધ્‍યાન બહારના હવાના પ્રદૂષણ અને પાકના કચરાને બાળવા પર કેન્‍દ્રિત છે. સરકાર પરાળી બાળવા સામે કાયદો બનાવી શકે છે અને ખેડૂતોને પરસળ(પરાળી) ન બાળવા માટે પ્રોત્‍સાહિત કરવા એડવાન્‍સ પેમેન્‍ટ કરી શકે છે. જોકે ઘરની અંદરના પ્રદૂષણ પર ધ્‍યાન આપવું પણ એટલું જ મહત્‍વપૂર્ણ છે કારણ કે મૃત્‍યુઆંક ખૂબ જ વધુ છે.

બાસુએ કહ્યું કે ભારતીય ઘરોમાં આ કારણે જ છોકરાઓ કરતાં છોકરીઓ વધુ મૃત્‍યુ પામે છે. હવે આ પાછળનું સામાન્‍ય કારણ આપણે સમજીએ એ છોકરીઓ વધુ નાજુક હોય છે અથવા પ્રદૂષણ સંબંધિત શ્વસન રોગો માટે વધુ સંવેદનશીલ હશે પરંતુ ના, જવાબ કઈંક અલગ છે. ભારતમાં પુત્રોને વધુ પ્રાધાન્‍ય આપવામાં આવે છે. પુત્રી બીમાર પડે અથવા ઉધરસ થાય ત્‍યારે પરિવારને આ પસંદ નથી આવતું અને પુત્રીની સારવાર પર યોગ્‍ય ધ્‍યાન નથી આપતા તેથી શિશુઅવસ્‍થામાં બાળકીનો મૃત્‍યુદર વધુ હોય છે. આથી બાસુએ રિપોર્ટમાં ટાંક્‍યું છે કે, ‘સ્‍વચ્‍છ ઇંધણનો ઉપયોગ કરવાથી માત્ર બાળકોના સ્‍વાસ્‍થ્‍ય પર હકારાત્‍મક અસર જ નહિ પડે પરંતુ છોકરીઓની અવગણનામાં પણ ઘટાડો થશે.’

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here