ચૂંટણીપંચના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવો જોઇએ

ચૂંટણીપંચ
ચૂંટણીપંચ

મદ્રાસ હાઇકોર્ટ લાલઘુમ

દેશમાં કોરોના સંક્રમણ માટે ચૂંટણી પંચ દોષિત, ચૂંટણીપંચના અધિકારીઓએ ધોર બેદરકારી બતાવી

હાઇકોર્ટનો તીખો સવાલ-શું એ વખતે અધિકારીઓ અન્ય ગ્રહ ઉપર ગયા હતા?

ચૂંટણીઓમાં સભા અને રેલીઓ છૂટથી થવા દીધી, કોવિડ નિયમોનું પાલન કરાવ્યું નહીં

દેશભરમાં બેકાબુ બની ગયેલા કોરોના મહામારીના સંક્રમણ બદલ સીધુ ચૂંટણીપંચને દોષીત ઠરાવતા મદ્રાશ હાઇકોર્ટે કાળઝાળ થઇને એવી ટકોર કરી હતી કે, કોરોના મહામારીમાં પણ ખુબ જ બેજવાબદાર વર્તન કરવા બદલ ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો ગુન્હો દાખલ કરવો જોઇએ. આજે જે કાંઇ પરિસ્થિતિ જોવા મળી રહી છે એ માટે માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે.

Subscribe Saurashtra Kranti here

હાઇકોર્ટના વડા ન્યાયમુર્તી સંજીવ બેનર્જી અને જસ્ટીશ સેનથીલ કુમારે પંચની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, તમે તમારી સત્તાનો કોઇ જ ઉપયોગ કર્યો નથી. અદાલતે કોવિડ પ્રોટોકોલ જાળવવા માટે વારંવાર આદેશો આપ્યા છતાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોની રેલીઓ અટકાવી નથી. જન આરોગ્ય એ સર્વાધીક મહત્વનું છે પણ બધારણીય સંસ્થા તરીકે તમને આજે આ યાદ કરાવવું પડે છે એ ધણુ કમનશીબ છે અને નિરાસાજનક છે. હાઇકોર્ટે ચૂંટણીપંચના બે અધિકારીઓને બોલાવી એવો સણસણતો સવાલ કર્યો હતો કે, શું એ સમયે તમે અન્ય ગ્રહો પર ચાલ્યા ગયા હતા.

Read About Weather here

રાજકીયપક્ષો સભા અને રેલીઓ કરી રહયા હતા ત્યારે શું તમે પૃથ્વી ગ્રહ પર ન હોતા. દેશમાં કોવિડની આજની હાલત માટે એક માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો ગુન્હો નોંધીને કામ ચલાવવું જોઇએ. હાઇકોર્ટના આવા આકરા વલણથી ચૂંટણી પંચ અને સરકારમાં ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here