ચીની હેકર્સે તેલંગાણામાં બ્લેક આઉટનો નિષ્ફળ પ્રયાસ કર્યો

32

ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કરેલો

ગત વર્ષે મુંબઈમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીની હેકર્સનો હાથ હોવાના સમાચાર વચ્ચે ચીની હેકર્સે મુંબઈની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટકરવા પ્રયત્ન કર્યો છે. જો કે, કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયાના એલર્ટના કારણે ચીની હેકર્સના આ પ્રયત્નને નિષ્ફળ બનાવી દૃેવાયો છે. જાણવા મળ્યા મુજબ હેકર્સે તેલંગાણાની ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કરેલો. તે બંને તેલંગાણાની પ્રમુખ પાવર યુટિલિટી છે.

તપાસ દરમિયાન ચીની હેકર્સ પાવર સપ્લાયમાં અડચણ ઉભી કરવા ઈચ્છતા હોવાનું અને ડેટા ચોરી કરવા માંગતા હોવાનું સામે આવ્યું છે. ગેનકોએ આ જોખમને ધ્યાનમાં લઈને શંકાસ્પદ આઈપી એડ્રેસ બ્લોક કરી દીધા હતા અને રિમોટ એરિયામાં કામ કરી રહેલા અધિકારીઓ અને પાવર ગ્રિડના યુઝર્સના ડેટા બદલી દૃીધા છે.

એક અહેવાલ પ્રમાણે ૨૦૨૦ના મધ્ય ગાળાથી આજ સુધીમાં ઓછામાં ઓછા ૧૨ સંગઠનો, પ્રારંભિક વીજ કેન્દ્રો અને લોડ ડિસ્પેચ સેન્ટર્સના કોમ્પ્યુટર્સને ચીની હેકર્સ ગ્રુપે ટાર્ગેટ કરવા પ્રયત્ન કરેલો છે. હેકર્સ આ કોમ્પ્યુટર્સમાં માલવેર મોકલવા પ્રયત્ન કરી ચુક્યા છે જેથી સેવાઓને મોટા સ્તરે બાધિત કરી શકાય.

ઈન્ટરનેટના વપરાશ પર નજર રાખતી અમેરિકી કંપની રેકોર્ડેડ યુચરના અભ્યાસ પ્રમાણે ચીની હેકર્સે અત્યાર સુધીમાં એનટીપીસી, ૫ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર્સ અને બે બંદરો ખાતે હેિંકગનો પ્રયત્ન કર્યો છે. મે ૨૦૨૦માં લદ્દાખ ખાતે ભારત અને ચીની સેના વચ્ચે સંઘર્ષ થયો તેના પહેલાથી જ આ પ્રકારની હેિંકગ ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી.

Previous articleવ્હાઇટ હાઉસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડાયરેક્ટર પદ માટેની ઉમેદવારી પરત ખેંચી
Next articleલખનઉમાં ભાજપ સાંસદ કૌશલ કિશોરના પુત્રને બદમાશો ગોળી મારી ફરાર