Subscribe Saurashtra Kranti here.
મ્યાંનમાર સેન્યએ જાહેરમાં ગોળીબાર કર્યો
સેન્ય બળવા બાદ વિરોધ પ્રદર્શન જોઈ રહેલા મ્યાંમારમાં તાજેતરમાં થયેલી હીંસામાં ઓછામાં ઓછા ૫૧ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, મ્યાંમારમાં બળવા બાદથી જ બેકાબુ થઇ રહેલ સ્થિતિ રવિવારે યંગૂન વિસ્તારમાં વિરોધ કરનારાઓ દ્વાર એક ચાઇનીઝ ફેક્ટરીને આગ ચાંપી દીધા બાદ વધુ ખરાબ થઇ ગઈ. આ પછી, મ્યાંનમાર સેન્યએ જાહેરમાં ગોળીબાર કર્યો, જેમાં ૫૧ વિરોધીઓ માર્યા ગયા. છેલ્લા ૬ અઠવાડિયામાં આ અત્યાર સુધીની સૌથી ખતરનાક એક્શન રહૃાું છે. એક હિમાયત જૂથે કહૃાું હતું કે, મ્યાંનમારના મુખ્ય શહેર ઉપનગરોમાં ચાઇના દ્વારા ભંડોળ મેળવનાર કારખાનાઓને બળવો વિરોધી પ્રદર્શનકારો દ્વારા નાશ કરવામાં આવ્યા હતા.
યંગૂનના ફાયિંરગમાં ૫૧ લોકોનાં મોત નીપજ્યાં, તેથી રવિવારે જુદા જુદા શહેરોમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો. મ્યાંમારની એક સંસ્થાના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનમાં અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની સંખ્યા ૧૨૫ ની આંકડો વટાવી ગઈ છે. નિષ્ણાંતોના મતે, મ્યાંનમારમાં વિરોધ પ્રદર્શન કરનારાઓની મૃત્યુની સંખ્યા વધી શકે છે, કારણ કે હજી પણ એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં લાશો પડેલી છે.
Read About Weather here
રાજકીય કેદીઓ માટેની સહાયતા સંગઠને કહૃાું કે આંગ સાન સુ ચીની વિરુદ્ધ ૧ ફેબ્રુઆરીના રોજ થયેલા બળવો પછી તેને સૌથી મોટી રક્તબાજી કહી શકાય. અહેવાલો અનુસાર, સુરક્ષા દળોએ યંગૂનના હેિંલગ થેર વિસ્તારમાં વિરોધ કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. ત્યાં પ્રદર્શન કરી રહેલા લોકો લાકડીઓ અને છરીઓનો પણ ઉપયોગ કરતા જોવા મળ્યા. લશ્કરી અધિકારીઓએ આ વિસ્તારમાં લશ્કરી કાયદાની જાહેરાત કરી છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે ચીન મ્યાંનમારની જંટા સેનાને સમર્થન આપી રહૃાું છે.
નોંધપાત્ર વાત એ છે કે, સર્વોચ્ચ નેતા આંગ સાન સુ ચી સહિતના ઘણા નેતાઓની ધરપકડ કર્યા બાદ સેનાએ સત્તા સંભાળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here