ચીનના ઈશારે નાચી રહેલા અને ભારત વિરોધી વલણ અપનાવનારા નેપાળી વડાપ્રધાન કે પી ઓલી હવે તેમના જ ઘરમાં બરાબર ઘેરાઈ રહૃાા છે.કે પી ઓલી અને નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડ પર ચીનની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ૯૦૦ કરોડની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે.
નેપાળના પૂર્વ પીએમ બાબુરામ ભટ્ટરાઈએ આરોપ લગાવ્યો હતો કે, નેપાળના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે પ્રંચડ તેમજ કે પી ઓલી સહિતના સંખ્યાબંધ નેતાઓએ ૯૦૦ કરોડ રુપિયાની લાંચ લીધી છે.આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ચીનની કંપની પાસે છે.
જો કે આ આરોપોને કોમ્યુનિસ્ટ પાર્ટી તેમજ નેપાળી કોંગ્રેસે પણ ફગાવી દીધો છે, તો સામે ભટ્ટરાઈએ કહૃાુ છે કે, મારી પાસે આ આક્ષેપને સાબિત કરવા માટે પૂરતા પૂરાવા પણ છે.
જો કે આ આક્ષેપોથી નેપાળના રાજકારણમાં ખળભળાટ છે.ભટ્ટરાઈ જ્યારે પીએમ હતા ત્યારે આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ નેપાળની કંપનીને આપવામાં આવ્યો હતો.જોકે એ પછી પ્રચંડ સત્તા પર આવ્યા બાદ આ કોન્ટ્રાક્ટ ચીની કંપનીને આપી દીધો હતો અને તે પણ પીએમની ખુરશી છોડ્યાના બે દિવસ પહેલા જ.એ પછી નેપાળી કોંગ્રેસની સરકાર બની હતી અને તેના પીએમ શેર બહાદૃુરે ફરી નેપાળી કંપની પાસે પ્રોજેક્ટ પૂરો કરવાનુ નક્કી કર્યુ હતુ.
જોકે ૨૦૧૭માં કેપી ઓલી પીએમ બન્યા બાદ ફરી આ કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને આપી દેવાયો છે.આ નિર્ણય સામે જે તે સમયે વિરોધ પણ થયો હતો.