અહીં એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન તિબેટ એરલાઈન્સનું એક વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. ચીનના ચોંગકિંગમાં ગુરુવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી.સ્થાનિક મીડિયા મુજબ આ ફ્લાઈટ ચોંગકિંગથી તિબેટના લ્હાસા જવાની હતી. જો કે, રનવે પરથી નીચે ઉતરી જતા વિમાનમાં આગ લાગી ગઈ હતી. ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર ગુરુવારે સવારે તિબેટ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી.
Visit Saurashtra Kranti Homepage here

આ અકસ્માતમાં ઓછામાં ઓછા 25 મુસાફરો ઘાયલ થયા છે.ચીનના સત્તાવાર અખબાર પીપલ્સ ડેઈલી અનુસાર, વિમાનમાં 113 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર સવાર હતા. રાહત અને બચાવકર્મીઓએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જે લોકો ઘાયલ થયા હતા, તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન આગમાં સળગતું જોઈ શકાય છે.
Read About Weather here
જો કે આ ઘટનાની અન્ય કેટલીક તસવીરોમાં પણ ફાયર ફાઈટર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવતા દેખાઈ રહ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, ટેકઓફ પહેલા જ ફ્લાઈટનાં ક્રૂને વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હોવાની આશંકા હતી. વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને તેમાં આગ લાગી હતી.આ પછી, અફરા-તફરીમાં ટેકઓફ અટકાવવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here