‘ચિંતન શિબિર : લોક પ્રશાસન કા મોદી મંત્ર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ડો. માંડવીયાએ રાષ્ટ્રપતિને અર્પણ કરી

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ તેમના દ્વારા લેખિત ‘ચિંતન શિબીર: લોકપ્રશાસન કા મોદી મંત્ર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુજીને 10 જુલાઈ 2024 ના રોજ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે અર્પણ કરી છે.

‘ચિંતન શિબિર : લોક પ્રશાસન કા મોદી મંત્ર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ડો. માંડવીયાએ રાષ્ટ્રપતિને અર્પણ કરી પુસ્તક

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર વહીવટમાં નિર્ણય પ્રક્રિયા માટે તથા વિકાસના રોડ મેપ તૈયાર કરવા માટે ચિંતન શિબિર પુસ્તકની એક પદ્ધતિ અપનાવેલી છે. જેના આધારે અલગ અલગ મંત્રાલયો દ્વારા કરવામાં આવેલ ચિંતન શિબિર તથા તેના દ્વારા થયેલા ફાયદાને સમાવિષ્ટ કરી, આ પુસ્તક કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા લખવામાં આવેલ છે.

‘ચિંતન શિબિર : લોક પ્રશાસન કા મોદી મંત્ર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ડો. માંડવીયાએ રાષ્ટ્રપતિને અર્પણ કરી પુસ્તક

ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન અને વૈદિક નિર્ણય પદ્ધતિ હતી, જેમાં સૌ કોઈનો અવાજ હતો, સર્વ સંમતિ હતી અને સર્વજન સુખાય-સર્વજન હિતાયનો ભાવ હતો. આજે એ જ ભાવ સાથે આ નિર્ણય પદ્ધતિને ફરીથી સરકારમાં લાવવાનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ છે.

આ પદ્ધતિને અનુસરી ભારત સરકારમાં અલગ-અલગ મંત્રાલયો દ્વારા ચિંતન શિબિર કરવામાં આવેલી છે. આ ચિંતન શિબિર થકી નિર્ણય પ્રક્રિયા ખૂબ ઝડપી થયેલ છે તથા જે કામો મહિનાઓમાં થતા હતા તે નિર્ણયો અને કામો દિવસોમાં થવા લાગ્યા.

‘ચિંતન શિબિર : લોક પ્રશાસન કા મોદી મંત્ર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ડો. માંડવીયાએ રાષ્ટ્રપતિને અર્પણ કરી પુસ્તક

આ સફળતા અને આ ચિંતન શિબિર યોજવા માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે તે તમામને સંકલન કરી, આ ચિંતન શિબિર પુસ્તક તૈયાર કરેલ છે. ચિંતન શિબિર પુસ્તક ન માત્ર વર્તમાન સમયમાં જે લોકો સરકારી વહીવટમાં સામેલ છે તેના માટે, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ એક માર્ગદર્શક સિદ્ધાંત સ્વરૂપે ઉપયોગી થશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here