ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર
ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્થાનિક રજા જાહેર
રાજકોટ તા. 18: કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી મતદાન આવતીકાલે સવારના 7 થી સાંજના 6 સુધી યોજાનાર છે , જે અન્વયે રાજકોટ જિલ્લામાં જે તે ચૂંટણી યોજવાપાત્ર ગ્રામપંચાયતોના વિસ્તાર પૂરતી સ્થાનિક રજા જાહેર કરવામાં આવે છે. આ દિવસે રવિવર હોઈ જાહેર રજા હોઈ છે, પરંતુ, ગ્રામ્ય, કોઓપરેટીવ અને પ્રાયવેટ બેંક્સ, સરકારી કચેરીઓ, હોટેલ, ઔદ્યોગિક એકમો, ફેક્ટરી, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ્સ અને જરૂરી સેવા સાથે સંકળાયેલ ઓફિસ ખુલ્લી રાખી શકાશે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ મતદાનના દિવસે કેન્દ્ર સરકારના કર્મચારીઓ /મતદાતા આ દિવસે ઓફિસે મોડા આવી શકે અથવા વહેલા જઈ શકશે તે માટે મંજૂરી આપવી.
પપ00નો સ્ટાફ બૂથ ઉંપર રવાના : રર00થી વધુનો પોલીસ બંદોબસ્ત: એસટીએ 60 બસો ફાળવી, સરપંચ માટે 413 બેઠકો માટે મતદાન થશે
સૌરાષ્ટ્રમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તા.19 ના મતદાનનો દિવસ હોવાથી આજથી પ્રચાર ભૂંગળ બંધ કરી દેવાતા ઉમેદવારોએ છેલ્લા સમયનો ઉપયોગ ડોર ટુ ડોર પ્રચાર અને જૂથ સભાઓ માટે કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
સુરતમાં સૌરાષ્ટ્રનો મોટો સમુદાય વસતો હોવાથી ત્યાંથી મતદારોને લાવવા માટે અમરેલી , જૂનાગઢ, રાજકોટ જીલ્લાના ગામડાઓમાંથી ખાસ બસ દોડાવવામાં આવી રહી છે. જયાં પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો તેવા ગામોમાં શુક્રવારની રાતથી જ ગાંઠીયા ભજીયાના તાવડા મંડાયા હતા.
શનિવારે સાંજે જ ડિસ્પેચીંગ સેન્ટરો ઉપરથી ચૂંટણી સ્ટાફ રવાના કરી દેવાશે. આ સ્ટાફ રાત્રી રોકાણ બૂથ ઉપર કરીને મતદાન બાદ રવિવારની રાતે રિસિવીંગ સેન્ટરો ઉપર મતપેટીઓ સાથે પરત આવશે. મતપેટીઓ સ્ટ્રોંગરૂમમાં મૂકાશે અને તા.21 ના મત ગણના થશે.
આજે મતાધિકાર નહીં ધરાવતા લોકોને જે તે મત વિસ્તાર છોડીને નિકળી જવા આદેશ કરાયો હતો. સાથે જે વિસ્તારમાં મતદાનના દિવસે રજા નથી તેવા ગામમાં મતદાનના દિવસે રજા રાખવા પણ તંત્ર દ્વારા સુચના અપાઇ હતી.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન યોજાશે. જેમાં કોઈ મુશ્કેલીને કારણે ફેર મતદાનની જરૂર જણાય તો તા.20 ના રોજ ફરી મતદાન કરાવાશે. મત ગણના તા.21 ના રોજ કરવામાં આવ્યા બાદ તા.24 ના રોજ ચૂંટણીની પ્રક્રિયા પુરી થયેલી જાહેર કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સમરસ થયેલી ગ્રામપંચાયતોને સરકાર દ્વારા 5 લાખની ગ્રાન્ટ વિકાસકામો માટે આપવા જાહેરાત થઈ હતી. આમ છતાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને રાજકીય કારકિર્દીનું પ્રથમ પગથીયું ગણીને સૌરાષ્ટ્રમાં સરેરાશ દરેક જિલ્લામં 3000 થી વધુ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
રાજકોટ જીલ્લાની કુલ 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તાલુકા મથક ઉંપરથી પપ00 થી વધુનો ચુંટણી સ્ટાફ રવાના થઇ ગયો છે. કુલ 413 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 410 બેઠકો તો વોર્ડના સભ્યોની સંખ્યા 3 હજારથી વધુ છે,
3 લાખ 88 હજાર પુરૂષ અને 3 લાખ પ3 હજારથી વધુ સ્ત્રી મતદાર સહિત કુલ 7 લાખ 4ર હજારથી વધુ મતદારો પોતાના મતાધીકારનો ઉંપયોગ કરશે. આ ચુંટણીમાં 964 મતદાન મથકો અને 1100 જેટલી મતપેટીઓનો ઉંપયોગ થશે, આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે.
Read About Weather here
ચુંટણી સંદર્ભે રરપ0 જેટલો પોલીસ સ્ટાફ ફાળવાયો છે, 964 માંથી 400 થી વધુ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. ચુંટણીમાં 144 ચુંટણી અધીકારી, 144-મદદનીશ ચુંટણી અધીકારી, અને પપ00થી વધુનો પોલીંગ સ્ટાફના ઓર્ડરો થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here