ગોધરામાં જે ખેતી થઇ હતી તે લોહીની ખેતી હતી કે પાણીની : દિગ્વિજયસિંહનો કૃષિમંત્રીને સવાલ

60

ખેડૂત આંદોલન પર શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. કૃષિ મંત્રીએ કહૃાુ કે કોંગ્રેસ લોહીની ખેતી કરી શકે છે, જેની પર હવે રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહે પલટવાર કર્યો છે. કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે ભાજપ હંમેશા રમખાણ કરાવવા માંગે છે.

લોહીથી ખેતીના નિવેદન પર દિગ્વિજયસિંહે કહૃાુ કે, ‘ગોધરામાં જે ખેતી થઇ હતી, તે લોહીની ખેતી હતી કે પાણીની ખેતી હતી. સંઘ અને ભાજપ હંમેશા સાંપ્રદાયિક રમખાણ કરાવવા માંગે છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહૃાુ કે, જો આ સાંપ્રદાયિક રમખાણ કરાવીશુ, ત્યારે તેમને ફાયદૃો થશે. આ કારણ છે કે અસદુદ્દીન ઓવૈસી અને નરેન્દ્ર મોદી વચ્ચે સારી મિત્રતા છે.