અમે મર્યાદિત રેલીઓ કરી છે, નિયમોનું પાલન પણ કર્યુ છે
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે સાફસાફ એવી જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે નહીં. કેમ કે કોરોના કાળમાં સરકારની આવકામાં બહુ ઘટાડો થયો છે. એટલુ જ નહીં 50 ટકા ક્રુડ ઓઇલ વિદેશથી આયાત કરવું પડે છે. ભાજપના કાર્યક્રમોમાં ભીડ ભેગી થવાના પ્રશ્ર્ને તેમણે ચોખવટ કરી હતી કે, અમે મર્યાદિત રેલીઓ કરી છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તમામ કોવિડ નીતિનીયમોનું પાલન કર્યુ જ છે.