ગુજરાતને અનેક વિકાસ કામોની નવતર ભેટ આપતા વડાપ્રધાન

ગુજરાતને અનેક વિકાસ કામોની નવતર ભેટ આપતા વડાપ્રધાન
ગુજરાતને અનેક વિકાસ કામોની નવતર ભેટ આપતા વડાપ્રધાન

ગાંધીનગરની ફાઇવસ્ટાર હોટેલથી માંડી એકવાટીક ગેલેરીનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ : ગાંધીનગરને વારાણસી સાથે જોડતી સુપર ફાસ્ટ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

ગુજરાત સાયન્સ સિટીમાં આકાર પામેલ ત્રણ અદભુત નવા પ્રોજેકટ અને ગાંધીનગરના અદ્યતન રેલવે સ્ટેશન સાથે સાકાર થયેલી ફાઇવસ્ટાર હોટેલ સહિતના અનેકવિધ નવતર વિકાસ કામોનું આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું.

Subscribe Saurashtra Kranti here

અનેક અદ્ભુત અને અવનવા પ્રોજેકટનું લોકાર્પણ કર્યુ ત્યારે વીડિયો કોન્ફરન્સથી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવ રેલવે રાજય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાતના તમામ મંત્રીઓ સહભાગી થયા હતા.

ગાંધીનગરનાં નવરચીત રેલવે સ્ટેશન પર 318 રૂમની ફાઇવસ્ટાર હોટેલ સહિત 7 નવી પરીયોજનાઓનું વડાપ્રધાન મોદીએ એમના કળકમળથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું. મહાત્મા મંદિરની નજીક રૂ.790 કરોડના જંગી ખર્ચે હોટેલ બનાવવામાં આવી છે. ગાંધીનગરમાં હવે વિશ્ર્વ કક્ષાની કોન્ફરન્સ, વૈશ્ર્વીક પ્રદર્શન, સેમીનાર જેવી ઇવેન્ટ માટે રાજય સજ્જ થઇ ગયું છે.

આ પ્રોજેકટની સાથે સાયન્સ સિટીમાં ત્રણ નવતર પ્રકલ્પનું પણ વડાપ્રધાને લોકાર્પણ કર્યુ હતું. રૂ.264 કરોડના ખર્ચે બનેલી એકવાટીક ગેલેરી, રૂ.127 કરોડના ખર્ચે તૈયાર આધુનીક રોબો ગેલેરી અને રૂ.14 કરોડના ખર્ચે 20 એકરમાં બનેલા સાનદાર નેચર પાર્કનું પણ તેમણે લોકાર્પણ કર્યુ હતું.

Read About Weather here

ઉપરાંત ગાંધીનગરથી વારાણસીને જોડતી સાપ્તાહીક સુપર ફાસ્ટ ટ્રેનને પણ એમને પ્રસ્થાન કરાવ્યું હતું. વડનગરથી મહેસાણા-વરેઠા ઇલેકટ્રીફાઇ રોડગેજ રેલફ્રન્ડ અને જળી કરણ પ્રોજેકટ પણ વડાપ્રધાને ગુજરાતને ભેટ આપ્યો હતો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગુજરાત કોંગ્રેસમાં ‘પંજાબવાળી’?
Next articleગુજરાતમાં 2 ’દિથી મેઘો ફરી ગાયબ, વીજળી પડતા બાળાનું મોત