ગઢવાલના સાંસદ ઉત્તરાખંડના નવા CM

8

પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તીરથસિંહ રાવતને રાજ્યની ધુરા

ઉતરાખંડમાં મુખ્યમંત્રી બદલવાની ભાજપને ફરજ પડી છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધા બાદ ભારે રાજકીય હલચલ મચી ગઈ હતી. આજે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે તીરથસિંહ રાવતની પસંદગી કરવામાં આવી છે. તેઓ ગઢવાલ બેઠક પરથી લોકસભામાં ચુંટાયા હતા.

આજે સવારે દહેરાદુનમાં ભાજપ વિધાન પક્ષની બેઠક મળી હતી અને મુખ્યમંત્રી તીરથસિંહના નામ પર મંજુરીની મોહર મારવામાં આવી હતી. ગઢવાલના સાસંદ આ રીતે રાજ્યની ધુરા સંભાળશે તેઓ ઉતરાખંડના પ્રથમ શિક્ષણમંત્રી પણ રહી ચુક્યા છે. અગાઉ તેવો પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ હતા. તેઓ સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે.