ખેડૂતો માટે અનશનનુ તરકટ: આંદોલનકારી ખેડૂતો વચ્ચે જઈને બેસતા કોણ રોકે છે…..?

51
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

દિલ્હીમાં પારો ૩.૪ ડિગ્રી નીચે ઊતરી ગયો છે અને હાડ થીજાવતી ઠંડીમાં લાખો ખેડૂતો દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાનૂન પરત ખેંચવા આંદોલન ચલાવી રહૃાા છે.જેના તણખા દેશભરમાં ફેલાવવાની શરૂઆત થઇ ચૂકી છે..! અને તેનો દૃાખલો છે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આંદૃોલનમાં ભાગ લેવા દિૃલ્હી પહોંચી ગયા છે. આંદોલનના ૨૬ મા દિવસે ખેડૂતો ૨૪ કલાકના ઉપવાસ પર બેઠેલા છે. તો રોજેરોજ વિવિધ ક્ષેત્રના આમ પ્રજામાં પ્રભાવ ધરાવતા ગાયકો, ફીલ્મી કલાકારો, સૂફીઓ, સંતો ખેડૂતોના સમર્થનમાં આવતા ખેડૂત આંદૃોલન વધુ જોશભેર ધમધમી રહૃાું છે. તેમાં ખુદ ભાજપના હરિયાણાના નેતા ચૌધરી બિરેન્દ્રિંસહ ખેડૂત આંદોલનના સમર્થનમાં આવવાની જાહેરાત સાથે પત્રકારો સાથેની વાતચીતમાં કહૃાું કે પક્ષ અને રાજકારણથી વધુ કિસાનોનુ હિત મારા હૈયે છે, હું કિસાનોની આગેવાની કરવા તૈયાર હતો, કિસાનોની વાત કરવી એ પક્ષ વિરોધની વાત નથી, લાખો કિસાનો કડકડતી ઠંડીમાં આંદૃોલન કરી રહૃાા છે…. ત્યારે કિસાનોની કૃષિ ટાપુનો અંગેની શંકાઓ દૃૂર કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કિસાનોને લાગે છે કે આ કૃષિ કાનુન હાનિકારક છે. કિસાનોની વાત કરવી મારે ધર્મ છે.

વિરેન્દ્રિંસહ આજે રોહતકમા ખેડૂતો વચ્ચે ઉપવાસ ઉપર બેસી ગયા છે…. ત્યારે ખેડૂતો ભડકી ઉઠે તેવું નિવેદન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું કે અમારી સરકાર કિસાન હિતોને સમર્પીત છે. કીસાનો નવો પ્રસ્તાવ આપશે તો અમે સ્વીકારવા તૈયાર છીયે..!! આનો મતલબ શો સમજવો…..? તેવો સવાલ કિસાનો ઉઠાવી રહૃાા છે સાથે જ કહે છે કે અમારા નેતાઓએ સરકાર સાથે યોજાઈ ગયેલ બેઠકમા આપી દીધો છે કે નવા ત્રણેય કૃષી કાનૂન પરત ખેંચો પછી કેન્દ્ર સરકાર તેનો સ્વિકાર કરી લે….. ખેડૂત આગેવાનો સાથેની સરકારની બેઠકમાં આ સૂજાવ મુકી દીધો છે.તેમજ કિમતો બાધણું કરવાનો કાનુન બનાવવાનો સુજાવ પણ આપ્યો છે તો હવે સરકાર સ્વિકાર કરી લે….જે દેશના આને પ્રજાના હિતમાં છે….બાકી અમો ખેડૂતો હવે અહીંથી હટવા નથી….!
ખેડૂત આંદોની ગરમાહટ-જમાવડો જોઇને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલા અને મહારાષ્ટ્ર સ્થિત અન્ના હજારે કે જેમણે ભ્રષ્ટાચાર હટાવવા અને લોકપાલની નિમણૂક બાબતે દિલ્હી રામલીલા મેદૃાન ખાતે અનશન આંદોલન કર્યું હતું અને દેશભરમાં તેના જોરદાર પડઘા પડતાં દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સહિત કેટલાક રાજ્યોમાં ભાજપ સરકારો બની તેઓએ ખેડૂતોના સમર્થનમાં અનશન પર બેસવા રામલીલા મેદૃાન દિલ્હી ખાતે મંજૂરી માંગી છે…. ત્યારે દિૃલ્હીમાં કાયદૃો-વ્યવસ્થા કેન્દ્ર સરકારની પોલીસના હાથમા છે.. ત્યારે શું તેઓને મંજૂરી મળશે ખરી…..? લોકોનું કહેવું છે કે અન્ના હજારે અને શંકરિંસહ વાઘેલાનું આ એક તરકટ છે… તેઓને અનશન માટેની મંજૂરી કેન્દ્ર સરકાર નહીં આપે.

ત્યારે આ બંને ખેડૂત હિતેચ્છુઓએ દિલ્હી બોર્ડર પર આંદૃોલન ચલાવવા ખેડૂતો વચ્ચે પહોંચી જઈને અનશન ડેરા તાણી કાઢવા જોઈએ…. નહીં તો અન્ના હજારે મુંબઈમાં અનશન પર બેસી જાય અને શંકરિંસહ વાઘેલા ગુજરાતમાં ગાંધીનગર ખાતે અનશન શરૂ કરી દૃેવા જોઈએ. કારણકે મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો દિૃલ્હી પહોંચી જઈ ખેડૂત આંદૃોલનમાં જોડાઈ ગયા છે. જેમાં ગુજરાત ખેડૂતોના એકે એક કાર્યક્રમો દૃેશભરમાં ચર્ચાસ્પદૃ થવા સાથે આકર્ષક બન્યા છે. જો કે કેન્દ્ર સરકાર કૃષિ કાનૂન પરત ખેંચવા તૈયાર નથી લાગતી…..!! તો કિસાન સંગઠનો નવા કૃષિ કાનૂન પરત ખેંચવાની માંગ પર અડી ગયા છે…..છતાં સરકારે ખેડૂતો સાથે બેઠક યોજવા ખેડૂત આગેવાનોને આમંત્રણ આપીને બેઠક યોજવા અંગેની તારીખ માંગી છે. હવે ખેડૂતો સાથે યોજાનાર બેઠકમાં શું થાય છે તે જોવું રહૃાું…..!!