ખેડૂતોનુ સન્માન જાળવવા સરકાર નવા કૃષિ કાયદામાં સુધારા કરવા તૈયાર: કૃષિ મંત્રી

8

ખેડૂત આંદોલનને ૧૦૦ દિવસ થઈ ચુક્યા છે અને દિલ્હી બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન ચાલુ છે.દિલ્હીની ટ્રેકટર રેલીમાં થયેલી હીંસા બાદ તો સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત પણ બંધ થઈ ચુકી છે.

આ સંજોગોમાં હવે કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્રિંસહ તોમરે કહૃાુ છે કે, સરકાર ખેડૂતોનુ સન્માન કરે છે અને કૃષિ કાયદામાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે.

જોકે તેમણે વિપક્ષો પર આરોપ પણ મુક્યો છે કે ,ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડવા માટે રાજનીતિ કરી રહૃાા છે.તેમણે કહૃાુ હતુ કે, કૃષિ સેક્ટરમાં રોકાણ વધારવા માટે અને ખેડૂતોને તેમની ખેત પેદાશો કોઈ પણ જગ્યાએ વેચવા માટે નવા કાયદા બનાવાયા છે.જેના થકી ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળશે.હું માનુ છુ કે, લોકશાહીમાં વિરોધ અને અસહમતિને પણ જગ્યા છે પણ વિરોધ દેશને નુકસાન થાય તે કિમતે કરવાનો હોય તો તે બરાબર નથી.

તોમરે કહૃાુ હતુ કે, લોકશાહી છે તો રાજનીતિ માટે પણ બધાને સ્વતંત્રતા છે પણ ખેડૂતોને મારીને રાજનીતી કરવામાં આવશે, દેશની કૃષિ વ્યવસ્થાને બાજુ પર મુકીને પોતાના ઈરાદા પૂરા કરવામાં આવશે?તેના પર નવી પેઢીએ વિચાર કરવાની જરુર છે. નવા કાયદાથી ખેડૂતો એ પાક લઈ શકશે જેને બજારમાં વધારે કિંમતે વેચી શકાય છે.

તોમરે કહૃાુ હતુ કે, ખેડૂત આંદોલનથી ખેડૂતોને શું ફાયદો થશે તેના પર કોઈ વાત કરવા માટે તૈયાર નથી.નવા કાયદામાં શું ખામી છે તે બતાવવામાં ખેડૂત નેતાઓ જ નહીં પણ વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.સરકાર તેમાં સુધારા માટે તૈયાર છે પણ તેનો અર્થ એ પણ નથી કે નવા કાયદામાં કોઈ ખામી છે.પીએમ મોદીના નેતૃત્વ હેઠલની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબધ્ધ છે.સરકારની પ્રાથમિકતા ખેડૂતોનુ સન્માન જાળવી રાખવાની છે .આ માટે સરકાર કાયદામાં સુધારા કરવા માટે તૈયાર છે.