મધ્ય પ્રદેશના ખંડવા લોકસભા સીટના ભાજપના સાસંદ નંદકુમાર સિંહ ચૌહાનનું આજે ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે.
૧૧ જાન્યુઆરીએ કોરોના પોઝિટિવ આપ્યા બાદ ૬૮ વર્ષીય નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધારે ખરાબ હોવાથી તેમને એક મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિટ કરવામાં આવ્યા હતા.
ભાજપના સાંસદના નિધન પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહૃાું કે ખંડવાથી લોકસભા સાંસદ નંદૃકુમાર સિંહ ચૌહાનના નિધનથી દુ:ખી છું. તેમણે મધ્ય પ્રદેશમા ભાજપને મજબૂત કરવામાં સંગઠનાત્મક કૌશલ અને પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવારના પ્રત્યે સંવેદના.
ત્યારે ગૃહમંત્રી અમિત શાહે , પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ખંડવાના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણજીના નિધનના દુ:ખદ સમાચાર મળ્યા છે. તેમનું સમ્પૂર્ણ જીવન જનસેવાને સમર્પિત રહૃાું. તેમણે મધ્યપ્રદેશમાં સંગઠનના વિસ્તારમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. હું તેમના પરિવારજનોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.