કોવિડ -૧૯: ચીનમાં આઇસ્ક્રીમના ત્રણ સેમ્પલ કોરોના સંક્રમિત મળ્યા

38

ચીનમાં આઇસ્ક્રીમ કોરોના સંક્રમિત જોવા મળ્યો તો પ્રશાસનના હોંશ ઉડી ગયા! સ્વાસ્થ્ય વિભાગના અધિકારી એ લોકોની તપાસમાં લાગ્યા છે જેમને સંક્રમણનો ખતરો ઉભો થયો હતો. કહેવામાં આવી રહૃાું છે કે દેશના પૂર્વોત્તરના તિયાનજિન વિસ્તાર માં સ્થાનિક સ્તર પર બનાવામાં આવેલ આઇસ્ક્રીમના ત્રણ સેમ્પલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ફૂડ કંપનીને ૪૮૩૬ બોક્સના સંક્રમિત હોવાની માહિતી મળી. તેમાંથી ૨૦૮૯ સ્ટોરેજમાં સીલ પડ્યા છે પરંતુ ચિંતાની વાત એ છે કે ૧૮૧૨ બોક્સને અન્ય રાજ્યોમાં મોકલી દૃેવાયા હતા અને ૯૩૫ આઇસ્ક્રીમ પેકેટ સ્થાનિક બજારમાં પણ પહોંચી ગયા હતા.

હવે ચિંતાએ વાતની છે કે તેમાંથી માત્ર ૬૫ આસ્ક્રીમના પેકેટ જ વેચાયા હતા. દરમ્યાન કંપનીના ૧૬૬૨ કર્મચારીઓને સેલ્ફ-આઇસોલેશનમાં જવાનો આદૃેશ આપ્યો અને ધડાધડ ટેસ્ટ શરૂ થઇ ગયા. દુકાનદાર અને અન્ય લોકો જે આ પેકેટોના સંપર્કમાં આવ્યા હતા તેમના અવર-જવરની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તેનાથી સંક્રમણને ફેલાતો રોકી શકાય.

યુનિવર્સિટી ઓફ લીડ્સના વાયરોલૉજિસ્ટ ડૉ.સ્ટીફેન ગ્રિફિને કહૃાું કે આઇસ્ક્રીમનો પોઝિટિવ ટેસ્ટ વ્યક્તિના સંપર્કના લીધે વધુ વકરી શકે છે. તેમણે કહૃાું કે એ વાતની સંભાવના વધુ છે કે પ્રોડક્શન પ્લાન્ટના લીધે આવું બની શકે છે અને શકય છે કે ફેકટરીમાં હાઇજીનનું ધ્યાન રાખવામાં આવ્યું ના હોય. તેમણે આગળ કહૃાું કે આઇસ્ક્રીમના કોલ્ડ ટેમ્પરેચર પર રાખવામાં આવ્યા છે અને તેમાં વાયરસ જીવીત રહેવાની સંભાવના વધી જાય છે. જો કે તેમણે એમ પણ કહૃાું કે આ વાતને લઇ ગભરાવાની જરૂર નથી કે આઇસ્ક્રીમ પણ હવે કોરોનાથી સંક્રમિત થવા જઇ રહૃાો છે.