કોરોના વેક્સિન લગાવ્યા બાદ એક પણ લાભાર્થીનું મોત નિપજ્યું નથી: ડો.હર્ષવર્ધન

ગુજરાત
ગુજરાત



દેશભરમાં આજથી સિનિયર સિટિઝન્સને કોરોના વેક્સીન લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહૃાુ છે કે, વેક્સીન લગાવ્યાના ૪ કે ૧૦ દિવસ બાદ જો કોઈનુ મોત થાય તો તે માટે રસીને જવાબદૃાર માનવામાં ના આવે.
તેમના મતે જાણકારોએ એ વાતની ચકાસણી કરી છે કે, કોરોના વેક્સીન લગાવ્યા બાદ હજી સુધી એક પણ મોત થયુ નથી. રસી મુકાવ્યા બાદ હાથ પર સોજો આવવો કે તાવ આવવાના લક્ષણો પણ બહુ ઓછા લોકોમાં દેયા છે. વેક્સીન મુકાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની ટકાવારી ૦.૦૦૦૪ ટકા છે. જે ના બરાબર કહી શકાય.

ડો. હર્ષવર્ધને કહૃાુ હતુ કે, મને લાગે છે કે, પીએમ મોદીએ વેક્સીન મુકાવીને દેશને બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હવે વેક્સીનને લઈને જેટલી પણ અફવાઓ અને શંકાઓ છે તેને ફગાવી દેવી જોઈએ. હું પહેલેથી જ કહેતો આવ્યુ છું કે, ભારતમાં બનેલી બંને વેક્સીન સેફ છે, અમે પીએમ મોદીના આભારી છીએ, તેઓ હંમેશા ઉદાહરણીય નેતૃત્વ પુરુ પાડતા રહૃાા છે. ૬૦ વર્ષથી વધુ વયના લોકોને દેશમાં વેક્સીન મુકવાનુ શરુ કરવામાં આવે તે પહેલા તેમણે રસી લીધી છે.