કોરોના રોકવા મહારાષ્ટ્રમાં નવા નિયંત્રણો, પંજાબમાં પરીક્ષા રદ (1)

11
corona-case-INDIA
MAHARASHTRA-CORONA-RULES

Subscribe Saurashtra Kranti here.

રાજ્યોમાં નવા નિયંત્રણો જાહેર

બંને રાજ્યોમાં મહામારી બેકાબુ બનતા યુધ્ધના ધોરણે પગલા: નાગપુરમાં લોકડાઉન, પંજાબના 8 જીલ્લાઓમાં રાત્રી કર્ફ્યું

15 જેટલા દેશોએ એસ્ટ્રાઝેનેકાની રસી પર મુક્યો પ્રતિબંધ

કોરોનાની જીવલેણ મહામારી બેકાબુ બની રહી હોવાથી મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યોમાં નવા નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હોટેલો, મોલ, રેસ્ટોરા, સિનેમાગૃહોમાં સંખ્યા મર્યાદિત રાખવાના આદેશ આપ્યા છે. પંજાબમાં ધો.10 અને 12 ની પરીક્ષાઓ સ્થગિત રાખવાની ફરજ પડી છે.

નાગપુરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એ જ રીતે પંજાબના જાલંધર, લુધિયાણા જેવા 8 જીલ્લાઓમાં રાત્રિ કર્ફ્યું લાગુ કરી દેવો પડ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો એકધારા વધી રહ્યા હોવાથી ઉદ્ધવ સરકારે નવા નિયંત્રણો લાગુ કરવાનો આદેશ આપ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હોટલ, રેસ્ટોરાં, સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસમાં 50 ટકા હાજરી રાખવાનો આદેશ અપાયો છે. આ નિયમનો ભંગ કરનાર હોટલ, રેસ્ટોરાં કે સિનેમાગૃહોને કોરોના ચાલુ રહે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવશે. 31 માર્ચ સુધી નવો અમલમાં રહેશે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 48 મૃત્યુ થયા છે. અને 15 હજારથી વધુ નવા કેસો નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં નવ 1712 કેસ નોંધાયા હતા અને 4 ના મોત થાય છે.આ રીતે કોરોનાએ અજગર ભરડો લીધો છે. ઉદ્ધવ સરકારે રાજ્યમાં તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા પર નિયંત્રણો જાહેર કર્યા છે. લગ્ન પ્રસંગમાં પણ માત્ર 50 મહેમાનોની છૂટ અપાઈ છે.

Read About Weather here

જયારે અંતિમ વિધિ માટે 20 લોકોને જ હાજરીની છૂટ અપાઈ છે. તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરી રાખવી પડશે. અન્યોને ઘરેથી કામ કરવા આદેશ અપાયો છે. પંજાબમાં 8 જીલ્લાઓ હોટસ્પોટ બની ગયા હોવાથી ધો.10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. 8 જીલ્લાઓમાં નાઈટ કર્ફ્યું લાગુ કરાયો છે. દરમ્યાન એસ્ટ્રાઝેનેકાની રસીની ગંભીર આડઅસરો સર્જાઈ હોવાથી 15 દેશોમાં રસી પર હંગામી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જર્મની, ફ્રાંસ, ઇટલી, નેધરલેંડ, ડેન્માર્ક, બલ્ગેરિયા અને રોમાનિયા જેવા દેશોએ હાલ પુરત આ રસી પર રોક લગાવી દીધી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here