કોરોનાસંક્રમિત દુલ્હાએ દુલ્હન સાથે પીપીઇ કિટ પહેરી કર્યા લગ્ન, પોલીસએ કારણ જાણી થવા દીધા લગ્ન

કોરોનાસંક્રમિત
કોરોનાસંક્રમિત

પોલીસને પણ ખબર હતી કે લગ્ન કરનારા વરરાજા કોરોનાથી સંક્રમિત છે

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લગ્નસરાની સીઝન તો લગભગ ભુલાઈ ગઈ છે પણ એક અપવાદરુપ કિસ્સામાં કોરોના ગ્રસ્ત દર્દીથી લગ્ન કર્યા વગર રહેવાયુ નહોતુ. જેના પગલે દૃુલ્હા-દૃુલ્હને પીપીઈ કિટ પહેરીને ફેરા ફર્યા હતા.

Subscribe Saurashtra Kranti here

મધ્યપ્રદેશના રતલામમાં બનેલા આ કિસ્સામાં લગ્ન કરાવનાર પંડિત સાથે બીજા આમંત્રીતો પણ પીપીઈ કિટ પહેરીને સામેલ થયા હતા. બાકીના આમંત્રીતોએ પણ પીપીઈ કિટ પહેરીને લગ્નમાં ભાગ લીધો હતો. આ લગ્નનો એક વિડિયો પણ સામે આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે, દૃુલ્હા દૃુલ્હન પીપીઈ કિટ પહેરીને ફેરા ફરી રહૃાા છે.

Read About Weather here

આ લગ્ન અંગે સ્થાનિક પોલીસને પણ સૂચના મળી હતી. પોલીસને પણ ખબર હતી કે લગ્ન કરનારા વરરાજા કોવીડથી સંક્રમિત છે. પોલીસન સ્થળ પર પહોંચી પણ હતી, જોકે ત્યાં સુધીમાં લગ્ન ચાલુ થઈ ગયા હોવાથી પોલીસે પણ લગ્ન પૂરા થવા દીધા હતા.

પોલીસનુ કહેવુ છે કે, લગ્ન નક્કી થયા બાદ ૧૯ તારીખે વરરાજા કોરોનાથી સંક્રમિત થયા હતા અને અમે લગ્ન રોકવા માટે જ આવ્યા હતા પણ વરિષ્ઠ અધિકારીઓના અનુરોધ અને માર્ગદર્શન પ્રમાણે લગ્ન સંપન્ન થવા દેવાયા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here