બ્રિટીશ વિજ્ઞાનીનો દાવો
બ્રિટનના કેન્ટ વિસ્તારમાં મળેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ચિંતાનો વિષય બન્યો છે. તેનું કારણ છે કે કોરોના વાયરસ સામે રક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનની અસર તેના ના થાય તેવી શક્યતા છે. આ દૃાવો બ્રિટનના જિનેટિક સર્વિલંસ પ્રોગ્રામના ચીફ શેરોન પીકોક દ્વારા કરવામાં આવ્યો છે.
તેમનું માનવું છે કે આ કેન્ટ વેરિએન્ટ આખા બ્રિટનમાં ફેલાઇ ગયો છે. સાથે જ તે વાતની પણ પુરતી શક્યતા છે કે આ નવો સ્ટ્રેન આખી દુનિયામાં ફેલાઇ શકે છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ૨૩ લાખે ૫૦ હજાર લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાએ કોરોડો લોકોના જીવનને પ્રભાવિત પણ કર્યુ છે.
ત્યારે ફરી એક વખત કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે એ વાતને લઇને ચિંતામાં વધારો થયો છે કે તેના માટે નવી વેક્સિન વિકસિત કરવી પડશે. જો આવું થયું તો તેમાં થોડો સમય લાગશે અને ત્યાં સુધીમાં ફરી વખત કોરોનાના કહેરનો સામનો કરવો પડી શકે છે.
શેરોન પિકોકે કહૃાું કે બ્રિટનમાં બ્રિટનમાં પહેલા જે વેરિએન્ટ મળ્યો હતો તેના સામે વેક્સિન અસરદાર હતી, પરતું કોરોના વાયરસ સતત સ્વરૂપ બદલી રહૃાો છે. ત્યારે તેનું આ બદલાતું સ્વરુપ વેક્સિનની અસરકારકતા ઘટાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટનની સાથે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં પણ કોરોના વાયરસના નવા વેરિએન્ટ મળ્યા છે. શેરોને કહૃાું કે બ્રિટનમાં મળેલો નવો સ્ટ્રેન વધારે ચેપી છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તે વધારે ખતરનાક પણ હોય.