Subscribe Saurashtra Kranti here.
કોરોનાની રસીનુ આખી દૃુનિયામાં સાત સ્થળોએ નિષ્પક્ષ રીતે એનાલિસિસ કરવામાં આવ્યુ
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ફરી એક વખત કહૃાુ છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી.કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે.
સંસદમાં એક સવાલના જવાબમાં ડો. હર્ષવર્ધને કહૃાુ હતુ કે, દૃુનિયાભરમાં વૈજ્ઞાનિક રીતે તમામ પ્રકારનુ એનાલિસીસ કર્યા બાદ રસીને મંજૂરી અપાઈ છે અને આપણે તેના પર વિશ્ર્વાસ કરવો પડશે. ભારતમાં જે બે રસીને મંજૂરી અપાઈ છે તે રસી સુરક્ષા, પ્રભાવની દ્રષ્ટિએ અને કોરોના વાયરસ સામે એન્ટી બોડી પેદા કરવાના ધારાધોરણો પર ખરી ઉતરેલી છે. દેશવાસીઓએ કોરોનાની રસીને લઈને કોઈ ભ્રમમાં રહેવાની જરુર નથી.
Read About Weather here
તેમણે આગળ કહૃાુ હતુ કે, તમામ પ્રકારના પરીક્ષણો બાદ દેશમાં રસીને મંજૂરી અપાઈ છે અને તમામે તેનો લાભ ઉઠાવવો જોઈએ. ભૂતકાળમાં પોલિયો જેવી બીમારીને પણ રસીની મદદથી જ ખતમ કરવામાં આવી હતી. ક્લિનિકલ ટ્રાયલના જે પરિણામ આવે છે તેના આધારે નિષ્ણાતોની બનેલી સમિતિઓ રસીના ઉપયોગને મંજૂરી આપે છે. રસીનુ આખી દૃુનિયામાં સાત સ્થળોએ નિષ્પક્ષ રીતે એનાલિસિસ કરવામાં આવતુ હોય છે. દેશમાં અત્યાર સુધીમાં ચારેક કરોડ લોકોને રસી મુકાઈ છે અને તેમાં આડઅસરનુ પ્રમાણ ૦.૦૦૦૪૩૨ ટકા જેટલુ જ છે.આપણે રસી પર વિશ્ર્વા મુકવો પડશે.
તેમણે કહૃાુ હતુ કે, જે સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે તેનો લોકોએ લાભ લેવો જોઈએ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here