કોરોનાના વધતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન

14

થાણેમાં હોટસ્પોટ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા: આવશ્યક ચીજવસ્તુઓની સેવા સિવાય તમામ દુકાનો સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ખોલી રખાશે

કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ નિર્ણય લીધો કે 15 માર્ચથી જિલ્લામાં લગ્નના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને પહેલાંથી જ 15 માર્ચ સુધી પરવાનગી મળી ચૂકી છે, માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે. જ્યારે થાણે શહેરના 11 હોટસ્પોટ પર 11 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓની સેવા સિવાય તમામ દુકાનો સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ખોલી શકાશે. રેસ્ટોરાં રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. રાત્રે 11 વાગ્યા સુધી હોમ ડિલિવરીની મંજૂરી છે. નાસિક સિટી, માલેગાંવ અને જ્યાં સંક્રમણ દર વધારે છે ત્યાં શાળા-કોલેજો અને કોચિંગ ક્લાસીસ બંધ રહેશે. પહેલેથી નક્કી થઈ ચૂકેલી ઙજઈ અને ખઙજઈની પરીક્ષા પોતાના સમયપત્રક પર જ યોજાશે. નાસિકમાં 8 દિવસમાં 3 હજારથી વધુ કેસ મળી આવ્યા નાસિકમાં છેલ્લા 8 દિવસમાં 3,725 નવા કોરોના કેસ નોંધાયા છે. સોમવારે અહીં કોરોનાના 644 કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં કુલ 1 લાખ 31 હજાર 990 લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. થાણેમાં દર અઠવાડિયે સરેરાશ 700થી 800 કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી અત્યારસુધી 2 લાખ 86 હજાર 351 લોકોને સંક્રમણ લાગ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15,353 નવા કેસ સામે આવ્યા છે અને 16,606 દર્દી સાજા થયા. આ મહિનામાં આ બીજી વખત છે, જ્યારે નવા કેસ કરતાં વધુ લોકો સાજા થયા છે. આ પહેલાં આવું 1 માર્ચે બન્યું હતું. સોમવારે 76 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,331 નો ઘટાડો થયો.દેશમાં અત્યારસુધીમાં 1.07 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે, તેમાંથી 1.08 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. લગભગ 1.58 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1.84 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા ભજ્ઞદશમ19શક્ષમશફ.જ્ઞલિ પરથી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારે રજૂ થયેલા બજેટ પહેલાં બજેટસત્રમાં 36 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટે ભાગે એસેમ્બ્લી સ્ટાફ હોય છે. મુંબઈની જેજે હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, બજેટસત્રને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભામાં 6 અને 7 માર્ચે 2,746 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 36 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. 1 માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટસત્રની શરૂઆત થઈ હતી રાજ્યમાં સોમવારે 8,744 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 9,068 લોકો સાજા થયા અને 22 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં રાજ્યમાં 22 લાખ 28 હજાર 471 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 20 લાખ 77 હજાર 112 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 52,500 દર્દી મૃત્યુ પામ્યા છે. 97,637 દર્દી સારવાર હેઠળ છે. સોમવારે રાજ્યમાં 1,412 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 3,030 લોકો સાજા થયા અને 12 લોકોએ જીવ ગુમાવ્યો. અત્યારસુધીમાં 10 લાખ 78 હજાર 740 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 10 લાખ 34 હજાર 895 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 4,313 દર્દી મૃત્યુ પામ્યા છે. 39,233 દર્દીની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં સોમવારે કોરોનાના 427 કેસ નોંધાયા હતા. 397 લોકો સાજા થયા અને 1નું મૃત્યુ થયું. અત્યારસુધીમાં અહીં 2 લાખ 65 હજાર 70 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાં 2 લાખ 57 હજાર 560 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3872 દર્દી મૃત્યુ પામ્યા છે. 3638 દર્દી હજી સારવાર હેઠળ છે. રાજ્યમાં સોમવારે 555 નવા કેસ નોંધાયા હતા. 482 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં 2 લાખ 73 હજાર 941 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2 લાખ 66 હજાર 313 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4416 દર્દી મૃત્યુ પામ્યા છે. 3,212 દર્દીની સારવાર ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં 239 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 309 લોકો સાજા થયા અને 3 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6 લાખ 41 હજાર 340 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 6 લાખ 28 હજાર 686 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,924 દર્દી મૃત્યુ પામ્યા. 1730 દર્દી સારવાર હેઠળ છે.

Previous articleરાજ્યમાં એકા એકા ફરી ઠંડીનો ચમકારો
Next articleમોહનભાઈ ઝેરીલો માણસ છે, ગમે તેનું ગમે ત્યારે કરાવી નાખે:જીતું સોમાણી