કોરોનાથી વર્લ્ડ ઈકોનોમી ધ્વસ્ત તો ચીનની જીડીપીમાં 18 ટકાનો રેકોર્ડ વધારો

76
કોરોના-જીડીપી
કોરોના-જીડીપી

કોરોના સંકટના કારણે ગયા વર્ષે ચીનની ઈકોનોમીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો

Subscribe Saurashtra Kranti here

કોરોના વાયરસ મહામારીના કારણે દૃુનિયાભરની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે, તો ચીને માર્ચના પહેલા ક્વાર્ટરમાં રેકોર્ડ ૧૮.૩ ટકાનો રેકોર્ડ GDP ગ્રોથ હાંસલ કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. કહેવામાં આવી રહૃાું છે કે નિકાસ અને ઘરેલૂ બજારમાં સારી માગ અને સરકાર દ્વારા સતત નાના વેપારીઓને સહયોગના કારણે આ રેકોર્ડ વધારો થયો છે.

જોકે, આ વધારો બેસ ઈફેક્ટનું પરિણામ પણ લાગે છે, કારણ કે ચીને અન્ય દેશો પહેલા જ અમુક શહેરોમાં લોકડાઉન જેવા ઉપાયો કર્યા હતા અને તે કોરોનાનો સામનો કરવામાં સૌથી આગળ રહૃાો છે.ચીનમાં તેના કારણે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૦ના ક્વાર્ટરમાં GDP માં ૬.૮ ટકાનો ભારે ઘટાડો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે ગયા વર્ષે ચીનની ઈકોનોમીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો, એટલું જ નહીં ભારત સહિત દૃુનિયાના ઘણાં દેશોની અર્થવ્યવસ્થાઓમાં મંદીનો સિલસિલો ચાલી રહૃાો હતો. ભારતે ગયા વર્ષે જૂનમાં ૨૩.૯ ટકાનો રેકોર્ડ GDP ઘટાડો જોયો હતો. ભારતીય ઈકોનોમીમાં સુધારો તો થયો છે પણ ડિસેમ્બર ૨૦૨૦ના ક્વાર્ટરમાં ભારતની GDP માત્ર ૦.૪ ટકા વધી છે. આ પ્રમાણે ચીનનો આ વધારો ચોંકાવનારો છે.

ન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૨૧ના થર્ડ ક્વાર્ટરમાં GDP ૧૮.૩ ટકા વધી છે. જે ચીન દ્વારા ૧૯૯૨માં રેકોર્ડ થનારી GDPના ઈતિહાસમાં અત્યાર સુધીનો મોટો વધારો છે. ચીનમાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનો નાણાકીય વર્ષ હોય છે તો તે પ્રમાણે આ પહેલા ક્વાર્ટરનો આંકડો છે. ગયા વર્ષે ડિસેમ્બર ના ક્વાર્ટરમાં ચીનની GDP માં ૬.૫ ટકાનો વધારો થયો હતો.

Read About Weather here

ચીનના આ વધારા પાછળ એક મોટું કારણ ત્યાંના નિકાસમાં જે તેજી આવી તેનો વધારો પણ છે. દૃુનિયાના બાકી દેશોમાં જ્યારે ઈકોનોમી ખુલવાની શરૂ થઇ તો ચીનના કારખાનામાં ઝડપથી ઉત્પાદન કરી માલ પૂરો પાડવામાં આવ્યો. ચીનમાં કોરોના પર કાબૂ હોવાના કારણે ઘરેલૂ બજારમાં પણ માગ વધી. માર્ચ ૨૦૨૧ના થર્ડ ક્વાર્ટરમાં છૂટક વેચાણમાં ૩૪.૨ ટકાનો વધારો થયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરામ મંદિર માટે દાનમાં મળેલા 22 કરોડના ચેક બાઉન્સ !
Next articleપશ્ર્ચિમ બંગાળની ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર નહીં થાય: ચુંટણી પંચ