કોરોનાકાળમાં નાગરિકો પાસેથી અધધધ વસુલાયો આટલો દંડ…!

78
કોરોનાકાળ
કોરોનાકાળ

કોરોનાકાળમાં નાગરિકો પાસેથી અધધધ.ચાર દિવસમાં ૨.૬૬ કરોડનો દંડ વસુલાયો

Subscribe Saurashtra Kranti here

કોરોનાકાળની બીજી લહેરે ગુજરાતમાં માઝા મૂકી છે. સંક્રમણ ખુબ ઝડપથી વધી રહૃાા છે ત્યારે ઘણાબધા નાગરિકો કોરોનાના નિયમોનું પાલન કરતાં નથી તેનું ઉલ્લઘંન કરી રહૃાા છે. એવા નાગરિકો પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી છે. રાજ્યમાં માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર નાગરિકો પાસેથી છેલ્લા ચાર દિવસમાં ૨.૬૬ કરોડનું દંડ વસૂલ્યો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર આ દંડની રકમ બે થી પાંચ એપ્રિલ વચ્ચે વસુલવામાં આવી છે. કોવિડ-ના નિયમોનું ઉલ્લઘંન કરનાર ૬૬૦૦ નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર ૨૭૭૬૧ લોકો પાસેથી માત્ર ચાર દિવસમાં ૨.૬૬ કરોડ દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત ૧૩૦૦ લોકો પર નિયમના ઉલ્લઘંન માટે ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં ૨૪૧૦ લોકો પર કોરોનાકાળમાં કોરોના નિયમનું પાલન ના કરવા માટે તેમના પર ફરીયાદ કરવામાં આવી હતી અને ચારમહાનગરોમાં રાત્રી કફર્યુના નિયમ ભંગ બદલ ૨૩૭૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં. જેના પગલે ઘણાબધા નાગરિક નિયમોનું ભંગ કરી રહૃાાં છે જેના લીધે ૨.૬૬ કરોડ દંડ વસૂલાયો છે

Read About Weather here

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસો ઝડપથી વધી રહૃાાં છે. તેને અટકાવવા માટે કોરોનાના નિયમોમાં સખત નિયમો અમલી બનાવ્યા છે જેના પગલે ઘણાબધા નાગરિક નિયમોનું ભંગ કરી રહૃાાં છે જેના લીધે ૨.૬૬ કરોડ દંડ વસૂલાયો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગુજરાતના અનેક ગામડાઓ થયા સ્વયંભૂ લોકડાઉન!
Next articleઅંતે..માહિતી ખાતા સહિતની તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ