કોંગ્રેસને મોટો ઝટકો: દિગ્ગજ નેતા પીસી ચાકોએ રાજીનામું આપતા ખળભળાટ

24

ચાકોએ રાજીનામા માટે કેરળ કોંગ્રેસ લીડરશીપને જવાબદાર ઠેરવી

કેરળ વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કેરળના કોંગ્રેસના સિનિયર નેતા પીસી ચાકોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. પીસી ચાકોએ કહૃાું કે મેં કોંગ્રેસ છોડી દીધી છે અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું છે.

પોતાના રાજીનામાના પત્રમાં ચાકોએ કહૃાું મેં પાર્ટી માટે તનતોડ મહેનત કરી છે પરંતુ હવે મારે માટે કેરળ કોંગ્રેસમાં કામ કરવું અશક્ય બન્યું છે. કોંગ્રેસના તમામ નિર્ણયોને મેં ટેકો આપ્યો છે પરંતુ હવે મારે માટે કોંગ્રેસને ટેકો આપવો અઘરો બન્યો છે. તમે એક કેન્દ્રીય નેતાની આગેવાનીમાં પાર્ટીને ન ચલાવી શકો.

પોતાના રાજીનામા બદલ પીસી ચાકોએ કેરળ કોંગ્રેસ લીડરશીપને જવાબદાર ઠેરવી. તેમણે કહૃાું કે કેરળમાં કોંગ્રેસ બે જૂથો વચ્ચે ચાલી રહી છે અને મોવડીમંડળ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહૃાું છે.ચાકોએ કહૃાું કે કેરળમાં કોંગ્રેસ એક પાર્ટી તરીકે નહીં પરંતુ બે જૂથ વચ્ચે કોર્ડિનેશન કમિટી તરીકે કાર્ય કરી રહી છે. ગ્રુપ લીડર એ અને આઈ કોંગ્રેસનું સંચાલન કરી રહૃાાં છે. ઈલેક્શન કમિટીની અંદર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો અંગે ચર્ચા પણ થતી નથી. કેરળ કોંગ્રેસ નેતા ઓમન ચાંડી અને રમેશ ચેન્નીથલા પર પ્રહાર કરતા ચાકોએ જણાવ્યું કે આ બન્ને નેતાઓ પાર્ટીમાં જૂથવાદ ચલાવી રહૃાાં છે અને હાઈ કમાન્ડ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહૃાો છે. મારાથી આ જોવાતું નથી અને તેથી મારે માટે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

Previous articleપંજાબના મુખ્યમંત્રી અમિંરદર સિંહે રામ મંદિર માટે બે લાખનું દાન આપ્યું
Next articleદેશમાં કોરોનાના રોગચાળામાં ૧૦,૧૧૩ કંપની બંધ થઇ