કૈથલ જિલ્લામાં પોલીસે ફોડ્યો સેક્સ રેકેટનો ભાંડો !

કૈથલ
કૈથલ

કૈથલમાં સ્પા સેન્ટર અને કાફેથી દેહ વેપારના આરોપમાં પોલીસે 12 લોકોની કરી ધરપકડ

Subscribe Saurashtra Kranti here

હરિયાણાના કૈથલ જિલ્લામાં પોલીસે સેક્સ રેકેટનો ભાંડો ફોડી દીધો છે. સિટી પોલીસે સ્પા સેન્ટર અને એક કાફેથી દેહ વેપારના આરોપમાં ૧૨ લોકોની ધરપકડ કરી. પોલીસને ઘણા સમયથી આ સ્થળો પર દેહ વેપારની સૂચના મળી રહી હતી. પોલીસે સ્પા સેન્ટરથી બે યુવક, બે યુવતીઓ, માલિક રીંકૂ ઉર્ફે મોન્ટી અને કાફેથી બે યુવતીઓ, પાંચ યુવકોની ધરપકડ કરી છે. કાફે માલિક બિટ્ટૂ દરોડા પહેલા જ ફરાર થઈ ગયો હતો. પોલીસ ૧૨ આરોપીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ એક યુવક તકનો લાભ લઈને ફરાર થઈ ગયો.

ધરપકડ કરવામાં આવેલી યુવતીઓમાંથી બે દિલ્હી અને બે કરનાલની રહેવાસી છે. બીજી તરફ, પોલીસ સ્ટેશનથી યુવક ફરાર થવાની ઘટના પર એસ.પી. લોકેન્દ્ર સિંહે ગંભીર નોંધ લીધી છે. તેઓએ તેની તપાસના આદેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું, તેમને સૂચના મળી હતી કે અંબાલા રોડ પર ગોલ્ડન કાફે તથા રોયલ સ્પા સેન્ટરની આડમાં અનૈતિક ધંધો ચાલી રહૃાો છે. ત્યારબાદ દૃુર્ગા શક્તિ ટીમની ઈન્ચાર્જ દર્શના દેવી, કમલેશ તથા સિટી પોલીસની ટીમે દરોડા પાડ્યા.

પકડાયેલા યુવકો જીંદ અને કૈથલ જિલ્લાની આસપાસના ગામના હોવાનું સામે આવ્યું છે. તમામ લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. ફરાર કાફે સેન્ટર સંચાલક તથા એક યુવકની ધરપકડ કરવા માટે તપાસ ચાલી રહી છે.

Read About Weather here

સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા દેહ વેપારને રોકવા માટે પોલીસની શહેરમાં આ બીજી રેડ છે. આ પહેલા એક રેડ નિષ્ફળ રહી ચૂકી છે. આ રેડને નિષ્ફળ કરનારી પણ સિવિલ લાઇન લાઇન પોલીસ સ્ટેશનનો એક કર્મચારી હતો, જે સૂચનાઓ લીક કરતો હતો. એસપી લોકેન્દ્ર સિંહના ધ્યાનમાં આ મામલો આવ્યો તો તે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદથી શહેરમાં સતત બીજી રેડ કરવામાં આવી જે સફળ રહી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here