રાષ્ટ્રપતિએ પોતાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે: કોર્ટની આકરી ટિપ્પણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી-અભિયાન દૃરમિયાન ઝાટકા પર ઝાટકા લાગી રહૃાા છે. હવે કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફ્રી વ્હાઈટે એચ-૧ બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી દૃીધી છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહૃાું હતું કે રાષ્ટ્રપતિએ પોતાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
એચ-૧ બી વિઝા પર લગાડવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે વેપારી સંગઠનોએ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી વિરૂદ્ધ અરજી દૃાખલ કરી હતી. આ અરજી કંપનીઓએ રાષ્ટ્રીય સંગઠન નેશનલ એસોસિયેશન ઓફ મેન્યુફેક્ચરર્સ, યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, નેશનલ રિટેલ ફેડરેશન અને ટેકનેટ દ્વારા દૃાખલ કરાઈ હતી. નેશનલ એસોસિયેશન ઓફ મેન્યુફેક્ચરર્સે કહૃાું હતું કે કોર્ટના નિર્ણય બાદૃ વિઝા પ્રતિબંધ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે.
આ વર્ષે જૂનમાં ટ્રમ્પસરકારે એચ-૧ બી વિઝા સહિત અન્ય વિદૃેશી વિઝા પર હંગામી પ્રતિબંધ લગાવ્યો હતો. આ રોકની અસર એચ-૨બી, જે અને એલ વિઝા પર પણ પડી હતી. આ રોક આ વર્ષના અંત સુધી લગાડવામાં આવી હતી. ટ્રમ્પે કહૃાું હતું કે આ પગલાથી અમેરિકાવાસીઓને રોજગારીની વધુ તક મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહૃાું હતું કે ફેબ્રુઆરીથી મે માસ વચ્ચે અમેરિકામાં બેરોજગારી ચાર ગણી સુધી વધી ગઈ છે અને તેથી જ તેમને કડક પગલાં ઉઠાવવા પડી રહૃાા છે.