કેરળ ચૂંટણી પહેલા ’સંકટ’માં કોંગ્રેસ: વાયનાડમાં ૪ મોટા નેતાઓના રાજીનામા

10

કેરળમાં ચૂંટણી શંખનાદ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્યાં જોરદાર પ્રચાર કર્યો. લોકો સાથે સીધી વાતચીત ઉપરાંત માછીમારો સાથે સમુદ્રમાં ડૂબકી પણ લગાવી. એ દરેક કામ કર્યા જેનાથી ત્યાંની જનતા સાથે સીધા જોડાઈ શકે પરંતુ કેરળમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સામે એક નવુ સંકટ આવી ગયુ છે. રાહુલ ગાંધીના લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ૪ મોટા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ.

રાહુલ ગાંધીના લોકસભા વિસ્તાર વાયનાડમાં કેરળ રાજ્ય કોંગ્રેસ કમિટીના પૂર્વ સભ્ય કેકે વિશ્ર્વનાથન, કેપીસીસી સચિવ એમએસ વિશ્ર્વનાથન, ડીસીસી મહાસચિવ પીકે અનિલ કુમાર અને મહિલા કોંગ્રેસ નેતા સુજાયા વેણુગોપાલે અસંતોષના કારણે એક સપ્તાહમાં પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ. એમએસ વિશ્ર્વનાથને કહૃાુ કે તે જિલ્લામાં કોંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતા અને કેપીસીસી નેતૃત્વ દ્વારા ઉપેક્ષાના કારણે પાર્ટીમાંથી રાજીનામા આપ્યા.

આ દરમિયાન એમએસ વિશ્ર્વનાથને કહૃાુ, ’કેપીસીસી નેતૃત્વની ઉપેક્ષા અને જિલ્લા કોંગ્રેસ કમિટીની નિષ્ફળતાના કારણમાં કેપીસીસી સચિવ પદ અને પાર્ટીમાંથી પ્રાથમિક સભ્યપદ તરીકે રાજીનામિ આપી રહૃાો છુ.’ વિશ્ર્વનાથને આરોપ લગાવ્યો કે પાર્ટી વાયનાડમાં ત્રણ સભ્યોની ટીમ તરફથી ચલાવવામાં આવી રહી છે. વળી, ડીસીસી મહાસચિવ પીકે અનિલ કુમાર ઔપચારિક રીતે લોકતાંત્રિક જનતા દળમાં શામેલ થઈ ગયા છે.

Previous articleઓટીટી પ્લેટફોર્મ પર સ્ક્રીિંનગ જરૂરી, કેટલીકવાર અશ્ર્લિલતા બતાવાય છે
Next articleશિવસેના પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી નહીં લડે