કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાની અચાનક તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

44

કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાની આજે ચિત્રદુર્ગ જીલ્લામાં અચાનક તબિયત લથડી હતી. જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. તેઓ રાજ્ય ભાજપની કાર્યકારી બેઠક બાદ શિમોગાથી મુસાફરી કરી રહૃાાં હતા. ડૉક્ટર્સે જણાવ્યું કે, હવે તેમની સ્થિતિ સારી છે. તેમનું સુગર લેવલ ઘટી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, તેઓ થોડા સમય અગાઉ કોરોના વાઈરસથી મુક્ત થયા હતા.

કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. તેમણે પોતે ટ્વિટર પર એક પોસ્ટ થકી માહિતી આપી હતી. આ સાથે પોતાના સંપર્કમાં આવેલા લોકોને એલર્ટ રહેવા પણ અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી ગૌડાએ ટ્વિટ કરી હતી કે,‘પ્રારંભિક લક્ષણો બાદૃ મે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મે પોતાને આઈસોલેટ કરી લીધો છે. મારા સંપર્કમાં આવેલા લોકો એલર્ટ રહે, સુરક્ષિત રહે અને કોરોના પ્રોટોકોલ્સને ફોલો કરે. ઉલ્લેખનીય છે કે, સદાનંદ ગૌડા મોદી સરકારમાં કેમિકલ અને ફર્ટિલાયઝર બાબતોના કેન્દ્રીય મંત્રી છે.