કેન્દ્રની લાલબત્તી: તહેવારો ઘરમાં મનાવો

કેન્દ્રની લાલબત્તી: તહેવારો ઘરમાં મનાવો
કેન્દ્રની લાલબત્તી: તહેવારો ઘરમાં મનાવો

જો જરૂર પડે તો બે વેક્સિન લેનારા એ જ પ્રસંગ પર ભેગા થવાની તાકિદ

તમામ રાજયોને સાવઘ રહેવા, આદેશ કોરોના હજુ સંપુર્ણ ગયો નથી: પોઝિટિવીટી રેઇટ ઘટયો છે પરંતુ મહામારી ખતમ થઇ નથી, આરોગ્ય મંત્રાલય

કોરોના હજુ દેશમાંથી હજુ સંપુર્ણ પણે ખતમ થયો નથી. એટલે સાવધાની રાખવા તાકિદ કરવા સાથે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા લાલબત્તી ધરવામાં આવી છે કે, કોરોનાનું જોખમ ઓછું થયું નથી એટલે આગામી તહેવારો લોકો ઘરમાં મનાવે એ વધુ ઇચ્છનીય રહેશે. જો અનીવાર્ય હોય અને પ્રસંગ પર ભેગા થવાનું થાય તો બે રસી લેનારાએ જ હાજરી આપવી જોઇએ એવી પણ સરકાર દ્વારા તાકિદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી તહેવારોમાં વેક્સિનના બન્ને ડોઝ લેનારાએ જ જાહેર કાર્યક્રમોમાં જમા થવું જોઇએ નહીંતર ભીડભાડ કરવાથી દુર રહેવું જોઇએ. દેશનાં જિલ્લાઓમાં કોરોનાનાં કેસો ઉછાળો મારી રહયા હોવાથી વધુ સાવધાની અને સાવચેતી રાખવા કેન્દ્ર સરકારે તાકિદ કરી છે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચનાં નિયામક બલરામ ભાર્ગવે જણાવ્યું છે કે, લોકોએ તહેવારો પર મોટા પાયે ભેગા થવાથી દુર રહેવું જોઇએ. કદાચ હાજરી આપવી જરૂરી બને તો વેક્સિનના બન્ને ડોઝ લેનારાએ જ આવા કાર્યક્રમોમાં હાજરી આપવી જોઇએ. પોઝિટિવીટી રેઇટ ઘટયો છે પરંતુ કોરોના હજુ બિલકુલ સમાપ્ત થયો નથી અને દેશમાંથી વિદાય લીધી નથી.

આગામી તહેવારોને ધ્યાનમાં લેતા કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભુસણે જણાવ્યું હતું કે, દેશમાં બીજી લહેર હજુ પુરેપુરી ખતમ થઇ નથી એટલે આપણે સાવધાન રહેવું પડશે અને કોવિડ પ્રોટોકોલનું સખતાઇથી પાલન કરતા રહેવું પડશે. મોટા ભાગના રાજયમાં નવા કેસોમાં ઘટાડો નોંધાય રહયો છે પણ કેટલાક જીલ્લાઓ એવા છે જયાં કેસો વધી રહેલા જોવા મળી રહયા છે.

કેરળ, મહારાષ્ટ્ર, તામીલનાડુ અને આંધ્ર પ્રદેશના 42 જેટલા જિલ્લાઓમાં એક્ટિવ કેસ વધી રહયા છે. એકલા કેરળમાં અત્યારે 2.30 લાખ જેટલા એક્ટિવ કેસ છે. એટલે કેન્દ્ર સરકાર કોરોનાના નવા સંસકરણનો ચેપ ઝડપથી પ્રસરે નહીં એ માટે ચિંતીત છે. સંક્રમણ રોકવા માસ્ક, સામાજીક અંતર, રસીકરણ અને સામાજીક મેળાવડાની ભીડથી દુર રહેવાનું જરૂરી છે આપણે ખુબ જ સાવધ રહેવું પડશે. વાતાવરણમાં પણ બદલાવ આવી રહયા છે એટલે લોકો સંક્રમણથી બચવા માટે રસીના બન્ને ડોઝ મેળવી લે એ જરૂરી છે.

Read About Weather here

દેશમાં રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને ગુરૂવાર સુધીમાં 66.95 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. જે એક નોંધપાત્ર સિધ્ધી માનવામાં આવે છે.
કેન્દ્રના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયાએ તાજેતરમાં કેરળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેન્દ્રનું માનવું છે કે, કેરળમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં નહીં આવે ત્યાં સુધી કોરોનાની બીજી લહેર ચાલુ રહી શકે છે. આથી કેરળ કોરોના કાબુમાં લે એ જરૂરી છે. કેમ કે, કેરળના 11 જિલ્લાઓમાં પરિસ્થિતિ ચિંતા જનક બની છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here