ભારતીય જનતા પાર્ટીનો પાયો નાંખનારા નેતાઓ પૈકીના એક વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ૯૩મા જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહૃાું કે લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે.
લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, બીજેપીને જન-જન સુધી પહોંચાડવાની સાથે દેશના વિકાસમાં અગત્યની ભૂમિકા નિભાવનારા શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે. હું તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરું છું.
વડાપ્રધાન ઉપરાંત બીજેપીના અનેક નેતાઓએ પણ લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે શુભેચ્છા આપતાં લખ્યું કે, જનસંઘ, બીજેપીના મહાન નેતા તથા પૂર્વ નાયબ-વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજી જુગ જુગ જુવો. સ્વસ્થ રહો. તેમના જન્મદિવસ પર શુભકામનાઓ.
બીજી તરફ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ અડવાણીને શુભેચ્છા પાઠવતા કહૃાું કે, ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને માર્ગદર્શક લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આ ખાસ પ્રસંગે ગૃહ મંત્રી અમિત શાહે પણ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી. શાહે ટ્વીટ કરીને લખ્યું કે, આદરણીય અડવાણીજીએ પોતાના પરિશ્રમ અને નિસ્વાર્થ સેવાભાવથી દેશના વિકાસમાં અગત્યની ભૂમિકા નિભાવી ઉપરાંત બીજેપીની રાષ્ટ્રવાદી વિચારધારાના વિસ્તારમાં પણ મુખ્ય ભૂમિકા નિભાવી. તેમના જન્મદિવસ પર તેમને શુભકામનાઓ આપું છું અને ઈશ્ર્વરથી તેમના સારા સ્વાસ્થ્ય તથા દીર્ધાયુ જીવનની કામના કરું છું.