કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય સમિતિએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ-એનડીઆરએફ હેઠળ છ રાજ્યોને ૪,૩૮૧.૮૮ કરોડ રુપિયાની આર્થિક સહાય આપવા અંગે મંજૂરી આપી દીધી હતી. આ રાજ્યોમાં સામેલ અને ચક્રવાતી તોફાન એમ્ફાનથી પ્રભાવિત પશ્ર્ચિમ બંગાળને ૨,૭૦૭.૭૭ કરોડ રુપિયાનું આર્થિક સહાય ફંડ, ઓડિશાને ૧૨૮.૨૩ કરોડ રુપિયાનું સહાય ફંડ આપવામાં આવશે. તોફાન નિસર્ગથી પ્રભાવિત થયેલા મહારાષ્ટ્રને ૨૬૮.૫૯ કરોડ રુપિયાનું આર્થિક સહાય ફંડ આપવામાં આવશે.
દક્ષિણ-પશ્ર્ચિમ મોનસૂન દરમિયાન પૂર અને ભૂસ્ખલનનો સામનો કરનારા કર્ણાટકને ૫૭૭.૮૪ કરોડ રુપિયાનું ફંડ, મધ્ય પ્રદૃેશને ૬૧૧.૬૧ કરોડ રુપિયાનું ફંડ અને સિક્કિમને ૮૭.૮૪ કરોડ રુપિયાના ફંડની આર્થિક સહાય કરવામાં આવશે.
આ વર્ષે આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનો સાથે પૂર અને ભૂસ્ખલનનો પ્રકોપ રહૃાો હતો. ચક્રવાતી તોફાન એમ્ફાનની તબાહી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશાની મૂલાકાત લેતાં બંગાળને ૧૦૦૦ કરોડની આર્થિક સહાય અને ઓડિશાને ૫૦૦ કરોડ રુપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. ૨૩મે આ આર્થિક સહાય ફંડ રાજ્યોને પહોંચાડવામાં આવ્યું હતું. આ સિવાય કુદરતી આફતોમાં જીવ ગુમાવેલા મૃતકોના પરિવારને બે લાખની મદદ અને ઇડાગ્રસ્તોને ૫૦ હજાર રુપિયાની આર્થિક મદદનું એલાન પણ કર્યું હતું.
કુદરતી આફતો પછી રાહત માટે તમામ ૬ રાજ્યોમાં કેન્દ્ર સરકારે ઇન્ટર મિનિસ્ટ્રિરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવી હતી.