કારનું ટાયર ફાટતા 3 વર્ષના પુત્રનું મોત…

કારનું ટાયર ફાટતા 3 વર્ષના પુત્રનું મોત…
કારનું ટાયર ફાટતા 3 વર્ષના પુત્રનું મોત…

જૈન પરિવાર બોટાદથી પર્યુષણ પર્વની ઉજવણી કરીને વઢવાણ ઘરે પરત ફરી રહ્યો હતો : દંપતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

લીંબડી પંથકમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સામે આવતા ટેન્કર સાથે અથડાઈ હતી જેમાં ત્રણ વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે કે દંપતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.

જાણવા મળતી માહિતી મુજબ, વઢવાણ જૈન સમાજના વિપુલભાઈ પ્રકાશભાઈ શેઠ પત્ની ખુશ્બુબેન અને 3 વર્ષના પુત્ર ક્રિસિલ સાથે બોટાદ પર્યુષણ પર્વની ઉજવણી કરવા ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાંથી વઢવાણ ઘરે પરત ફરી રહ્યા હતા.  ત્યારે લીંબડી-રાણપુર હાઈ-વે પાસે સોમનાથ હોટેલ નજીક તેમની કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા ચાલક વિપુલભાઈએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર સામે આવી રહેલા ટેન્કર અથડાઈ હતી.

 અકસ્માત સર્જાતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં 3 વર્ષના પુત્ર ક્રિસિલનું કરૂણ મોત નીપજ્યું હતું.  

Read About Weather here

જયારે વિપુલભાઈ અને તેમના પત્ની ખુશ્બુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ દંપતીને સારવાર અર્થે 108 મારફત લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here