કાપોદ્રામાં પંજાબી ઢાબા પર છૂટા હાથની મારામારી, વિડીયો સીસીટીવીમાં કેદ

60
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

કાપોદ્રામાં રવિવારે સાંજે પંજાબી ઢાબા પર ભારે હંગામો થયો હતો. પરિવાર સાથે ઢાબા પર જમવા ગયેલા કાપડ વેપારીએ વેઇિંટગને પગલે જમવા માટે ક્યારે નંબર લાગશે એવી ઇક્ધવાયરી કરતા ઢાબાના માલિકે એલફેલ બોલી ગેરવર્તન કરતા મામલો બિચક્યો હતો. બંને પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી બાદ ભારે તોડફોડ કરાઇ હતી. કાપોદ્રા પોલીસે બંને પક્ષની ફરિયાદ લીધી હતી. આ મારામારીનો સીસીટીવી વીડિયો હાલમાં સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મોટા વરાછા, ખોડિયારનગર સોસાયટીમાં રહેતા જૈમીનભાઇ રામજીભાઇ બલર (ઉં.વ. ૩૩, મૂળ લાઠી, અમરેલી) કાપડ વેપારી છે.

ગત તા. ૨૦મીએ સાંજે તેઓ પરિવાર સાથે કાપોદ્રામાં જલારામ ફર્નિચર સામે આવેલા સાઇ પંજાબી ઢાબામાં જમવા માટે ગયા હતા. અહીં ભારે ભીડ હોય તેઓ વેઇિંટગમાં બેઠા હતા. થોડીવાર પછી જૈમીનભાઇ કાઉન્ટર બેસેલા શેઠ પાસે જઇ * અમારો નંબર ક્યારે આવશે. એવી પૃચ્છા કરતા શેઠે ગુસ્સે થઇ એલફેલ બોલતા ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદૃ તેઓ વચ્ચે મારામારી થઇ હતી. ઢાબાના માલિકે રસોડામાં જઇ લોખંડનો તાવિયો, છરી લઇ આવી જૈમિનભાઇના માથાના ભાગે હુમલો કરી દીધો હતો. ત્રણેક કારીગરોએ પણ તેઓ સાથે મારામારી કરી હતી. આ અંગે જૈમિન બલરે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ઢાબાના માલિક અને ૩ કારીગરો સામે ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ ઢાબાના માલિક ભાવેશભાઇ મોહનભાઇ સભાડિયા (ઉં.વ.૪૧, રહે. સમ્રાટ સોસાયટી, કાપોદ્રા- મૂળ પાલિતાણા, ભાવનગર)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ૨૦ જણાની શાક-રોટલીનો ઓર્ડર આપ્યા બાદૃ કસ્ટમરને દૃુકાનની બહાર મૂકેલા વેઇિંટગ ટેબલ પર બેસવા જણાવાયું હતું. આ દરમિયાન બે કસ્ટમરોએ સ્ટાફ સાથે ઘર્ષણ પર ઉતરી પડી મારામારી શરૂ કરી દીધી હતી. તેઓએ પ્લાસ્ટિકની સ્ટૂલ ફેંકી ભાવેશભાઇનો કોલર પકડી લાફો મારી દીધો હતો. અપશબ્દૃો બોલી ધાક-ધમકી આપી રસોડાનો સામાન વેરવિખેર કરી ટેબલ-ખુરશીમાં ભારે તોડફોડ મચાવી હતી. તેઓએ કારીગર સાથે પણ મારામારી કરી હતી. ભાવેશભાઇની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગ્રાહકો સામે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી હતી.