કલેકટરના અધ્યક્ષસ્થાને તબીબોની મિટિંગ યોજાઈ

કલેકટરના અધ્યક્ષસ્થાને તબીબોની મિટિંગ યોજાઈ
કલેકટરના અધ્યક્ષસ્થાને તબીબોની મિટિંગ યોજાઈ

હોસ્પિટલમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બેઠકમાં સમીક્ષા કરાઈ

કોરોનાની વૈશ્વિક મહામારીની સંભવિત સ્થિતિ અંગે રાજકોટ જિલ્લામાં ઉપલબ્ધ સારવાર તેમજ અન્ય મેડિકલ વ્યવસ્થાઓ માટે આજે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સરકારી હોસ્પિટલોના તબીબો તેમજ આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઇ હતી.

કલેક્ટર કચેરી ખાતે મળેલી આ મિટિંગમાં કોરોનાની બીજી લહેર વખતે હાથ ધરાયેલી કામગીરી અને તેમાં જરૂરી સુધારા-વધારા તેમજ હાલ ઉપલબ્ધ સુવિધાઓ અંગે સમીક્ષા કરી તબીબી અને પેરામેડીકલ સ્ટાફને કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રાખવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લામાં હાલ સામાન્ય શરદી-ઉધરસ-તાવના જે કેસો આવી રહ્યા છે, તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કેસોમા જોવા મળતા શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓનું ટેસ્ટિંગ થાય તે માટે આ બેઠકમાં વિશેષરૂપે જણાવવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગર કક્ષાએ કરાયેલી તૈયારીઓ, રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને અન્ય કામચલાઉ ધોરણે શરૂ કરવામાં આવનાર હોસ્પિટલોમાં બાકી રહેતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

Read About Weather here

આ બેઠકમાં આઇ.એમ.એના પ્રેસિડેન્ટ ડો. અતુલ કામાણી તેમજ પી.ડી.યુ. હોસ્પિટલના સિનિયર તબીબી અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કામાણી તેમજ પી.ડી.યુ. હોસ્પિટલના સિનિયર તબીબી અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here