કમિટી બે મહિનામાં આપે રિપોર્ટ, એમએસપી ચાલુ રહેશે: સુપ્રિમનો આદેશ

37

પ્રથમ બેઠક ૧૦ દિવસની અંદર આયોજિત થશે

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ બિલ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરી છે. આ કમિટીને ૨ મહિનામાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સાથે જ કહૃાુ કે, આગામી આદેશ સુધી એમએસપી ચાલુ રહેશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ મીડિયા ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ પ્રતિક્રિયા આપી છે, તેમણે કહૃાુ કે સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે તેનું અમે સ્વાગત કરીએ છીએ પરંતુ જે ચાર સભ્યોની કમિટી બનાવી છે તે ચોકાવનારી છે, આ ચારેય સભ્ય પહેલા જ કાળા કાયદાના પક્ષમાં પોતાનો મત આપી ચુક્યા છે. આ ખેડૂતો સાથે શું ન્યાય કરી શકશે તે સવાલ છે. આ ચારેય તો મોદી સરકાર સાથે ઉભા છે. આ શું ન્યાય કરશે. એકે લેખ લખ્યો, એકે મેમોરેન્ડમ આપ્યુ, એકે પત્ર લખ્યો, એક પિટિશનર છે.

સુપ્રીમ કોર્ટે કહૃાુ છે કે કાયદૃો પસાર થયા પહેલા જે ન્યૂનતમ સમર્થન મૂલ્ય હતી તે આગામી આદેશ સુધી ચાલુ રહેશે. કોર્ટે રચેલી કમિટીને કહૃાુ કે તે બે મહિનામાં પોતાનો રિપોર્ટ સોપી દે. સર્વોચ્ચ અદાલતે કહૃાુ કે કમિટી, સરકાર સાથે સાથે ખેડૂત સંગઠન અને અન્ય હિતધારકોના પ્રતિનિધિઓને સંભળાવ્યા બાદ આ ન્યાયાલય સમક્ષ એક રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટમાં કમિટીની ભલામણો હશે. આ કામ બે મહિનામાં પુરૂ કરવાનું છે. પ્રથમ બેઠક ૧૦ દિવસની અંદર આયોજિત કરવામાં આવશે.