મોટાભાઈએ નાના ભાઈને કુહાડી વડે રહેંસી નાખ્યો
સમયની સાથે સબંધોની પરિભાષાના સંજોગો બદલાયા છે. એક સમયે પરિવાર માટે જાત ઘસાવી નાખી સબંધો મહેકતા હતા. પણ, આજે નાની મોટી વાતો અને મિલ્કતો તેમ જ રુપિયા કારણે વેરઝેરના બીજ રોપાઈ રહ્યા છે.
મુન્દ્રાના નાના કપાયા ગામે શ્રમજીવી પરિવારના બે ભાઈઓ વચ્ચે પૈસાના કારણે મનદુ:ખ થતાં મોટા ભાઈએ સગા નાના ભાઈની હત્યા કરી હતી. આ ચકચારી બનાવની વિગતો પ્રમાણે જંગલમાં લાકડા કાપીને ગુજરાન ચલાવતાં બે ભાઈઓ પૈકી આસિફ આમદ શેખે પોતાના નાના ભાઈ હનીફ આમદ શેખ પાસેથી 5 હજાર રુપિયા ઉધાર માંગ્યા હતા. કામ ધંધો કરવાને બદલે ફરતા રહેતાં મોટાભાઈ આસિફને પૈસા શા માટે જોઈએ છે?એવું પૂછી પૈસા આપવાની નાના ભાઈ હનીફે ના પાડી હતી.
Subscribe Saurashtra Kranti here
પત્ની છોડી ગઈ હોવાથી પોતાના નાના ભાઈને ત્યાં જ જમતા આસિફને નાના ભાઈની ના સાંભળી ગુસ્સો આવતાં તેણે જંગલમાં લાકડા કાપતી વખતે જ કુહાડી વડે હનીફને રહેંસી નાખ્યો હતો. ત્યાર બાદ હનીફની પત્ની નઝમાને આખલાની લડાઈમાં ઈજા થઈ હોવાનું કહ્યું હતું.
Read About Weather here
જોકે,સારવાર દરમ્યાન હથિયારના ઘા થી ઈજા થઈ હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન કુહાડીના ઘા થી ઇજાગ્રસ્ત હનીફનું સારવાર દરમ્યાન ભુજમાં મોત નિપજયું હતું. જેને પગલે આસિફ વિરૂદ્ઘ મુન્દ્રા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે. પીઆઈ મિતેષ બારોટે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here