ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સ કરવાનો વીડિયો વાયરલ થતા રાજકીય ઘમાસાણ

28
australia-sex kand-વીડિયો
australia-sex kand-વીડિયો

Subscribe Saurashtra Kranti here

વીડિયોમાં મહિલા સાંસદના ડેસ્ક પાસે હસ્તમૈથુન કરી રહૃાો હતો

ઓસ્ટ્રેલિયાની સંસદમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સરકારમાં સંસદના સભ્યો દ્વારા સેક્સ કરવાનો વીડિયો વાયરલ થઈ જતા રાજકીય ઘમાસાણ મચી જવા પામ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તો મહિલા સાંસદના ડેસ્ક પાસે હસ્તમૈથુન કરી રહૃાો હતો. આ ચોંકાવનારા ઘટસ્ફોત બાદ સ્કોટ મોરિસનની સરકાર વધુ એક સ્કેંડલમાં ફસાઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ આ ઘટનાને ખુબ જ શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવી હતી.

પ્રધાનમંત્રી મોરશનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તે પોતાના કર્મચારીના એક અન્ય મહિલા સરકારી કર્મચારી સાથે બળાત્કારના કેસને યોગ્ય રીતે ના સંભાળી શકવાને લઈને દબાણ હેઢળ છે.ઓસ્ટ્રેલિયાઈ સરકારના આ સેક્સ વીડિયોને એક ગ્રુપ ચેટમાં શેર કરવામાં આવ્યો હતો જેને કોઈએ જાહેર કરી દીધો હતો. આ વીડિયોને લઈને ખુલાસો થતાની સાથે જ સનસનાટી મચી જવા પામી હતી.

આ ઘટના સામે આવતા આખા દેશમાં આરોપીઓ વિરૂદ્ધ જોરદાર પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. આ પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદ પણ શામેલ છે. બીજી બાજુ વીડિયો લીક કરનારી ઓળખ ટોમ તરીકે કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારી અને સાંસદ અવાર નવાર સંસદમાં આવેલા પ્રાર્થના રૂમનો ઉપયોગ સેક્સ કરવા માટે કરતા હતાં. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સેક્સ વર્કર્સને સંસદની ઈમારતમાં લઈ જવામાં આવતી જેથી કરીને ગઠબંધન સરકારના સાંસદોને ખુશ કરી શકાય.

ટોમે વધુમાં ઉમેર્યું હતું કે, કર્મચારીઓ વચ્ચે અવારનવાર અસ્લીલ તસવીરોની આપ-લે થતી હતી. આ બધુ એ હદે થઈ રહૃાું હતુ કે, હવે તો તેઓ તેના વ્યસની બની ગયા હતાં. ટોમે કહૃાું હતું કે, અહીંના પુરૂષ કર્મચારીઓને લાગતુ હતું કે, તે કંઈ પણ કરી શકે છે. આ લોકો એમ પણ માની રહૃાાં છે કે, તેમણે કોઈ જ કાયદો તોડ્યો નથી અને ના તો તેઓ નૈતિક રૂપે ભ્રષ્ટ છે.

Read About Weather here

જોકે આ મામલે ખુલાસો થતા સરકારે તત્કાળ પોતાના એક કર્મચારીને હાંકી કાઢ્યો છે. મહિલા બાબતોના મંત્રી મરિસે પાયને કહૃાું હતું કે, સરકારે આ સંપૂર્ન મામલે તપાસ કરવી જોઈએ.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here