ઓલિમ્પિકમાં ભારત માટે સફળતાનો મિશ્ર દિવસ

ઓલિમ્પિકમાં ભારત માટે સફળતાનો મિશ્ર દિવસ
ઓલિમ્પિકમાં ભારત માટે સફળતાનો મિશ્ર દિવસ

હોકીમાં સ્પેનને સજ્જડ પરાજય આપતું ભારત : એર પીસ્તોલ શૂટીંગમાં ભારતની બન્ને ટીમો ફેંકાઇ ગઇ : ધાર્યા નિશાન પાર પાડવામાં મનુ ભાકર અને સૌરભ ચૌધરી નિષ્ફળ

ભારતીય કાફલા માટે ટોકીયો ઓલિમ્પિકમાં આજનો દિવસ મિશ્ર સફળતાનો રહયો હતો. હોકીમાં બે દિવસ અગાઉ ઓસ્ટેલીયા સામે મળેલા સજ્જડ પરાજયના આઘાતમાંથી ઉભરીને ભારતીય હોકી ટીમે આજે શાનદાર પ્રદર્શન કર્યુ હતું અને સ્પેનને 3-0થી સજ્જડ પરાજય આપ્યો હતો. જોકે સુટીંગમાં ભારતને ફરી એકવાર નિષ્ફળતાં સાપડી હતી. ટેન મીટર એર પીસ્ટોલ મીકસ ડબલ વિભાગમાં ભારતની મનુ ભાકર અને સૌરભ ચૌધરી કવાટર ફાઇનલમાંથી ફેંકાઇ ગઇ હતી.

Subscribe Saurashtra Kranti here

એ જ પ્રકારે એર પીસ્ટોલ સુટીંગ વિભાગમાં ભારતની બીજી ટીમ યશ્સવીની સિંઘ તથા અભિષેક વર્મા સ્પદ્યામાંથી બહાર ફેંકાઇ ગયા હતા. આ જોડી પહેલા તબક્કામાં જ પરાજીત થઇ હતી. જયારે મનુ ભાકર અને સૌરભ બીજા તબક્કામાં પહોંચીને આગળ વધી શકયા ન હોતા. બીજા તબક્કામાં આ જોડી સાતમાં સ્થાને રહી હતી.

પીસ્ટોલ શૂટીંગમાં અને રાઇફલ સુટીંગમાં પણ ભારતીય સુટરોએ ખરાબ દેખાવ કરીને ભારતને નીરાશા અપાવી હતી. બેડમીનીટનના ડબલમાં પણ ભારતીય જોડી હારી ગઇ હતી. સીંગલર્સ રાઉન્ડમાં સરથ કમલનો ચીનના લોન મા સામે 1-4થી પરાજય થયો હતો. પુરૂષોની 200 મીટર તરણ સ્પર્દ્યાના બટર ફલાય વિભાગમાં ભારતનો સજન પ્રકાશ કવોલીફાઇ થયો ન હતો અને સ્પદ્યામાંથી ફેંકાઇ ગયો હતો.

Read About Weather here

અગાઉ મહિલા વિભાગમાં માના પટેલ પણ ફેંકાઇ ગઇ છે. આજનો દિવસ માત્ર હોકીની દ્રષ્ટિએ સારો રહયો હતો. ભારતે સ્પેનને 3-0થી હરાવી વર્તમાન ઓલિમ્પિકમાં બીજો વિજય મેળવ્યો હતો. હવે ગુરૂવારે ભારતનો મુકાબલો વર્તમાન ઓલિમ્પિક વિજેતા આરજેનટીના સામે થશે. ભારત તરફથી પેન્લટી કોર્નરના સ્પેયલીસ્ટ રૂપીન્દરપાલસિંઘે બે ગોલ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here