ઓટીટી પ્લેટફોર્મ પર સ્ક્રીિંનગ જરૂરી, કેટલીકવાર અશ્ર્લિલતા બતાવાય છે

11

સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઓટીટી પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી બતાવવામાં આવતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહૃાું કે ‘ઓટીટી પ્લેટફોર્મ પર સ્ક્રીનીંગ જરૂરી છે. કેટલીકવાર આ મંચ પર અશ્ર્લીલતા પણ બતાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહૃાું કે તે તેના પર કેન્દ્રનું રેગ્યુલેશન જોશે. કોર્ટ આ કેસમાં શુક્રવારે આગામી સુનાવણી હાથ ધરશે.

અપર્ણા પુરોહિત વતી, મુકુલ રોહતગીએ કહૃાું કે, ઓટીટી પ્લેટફોર્મના નિયમો તાજેતરમાં આવ્યા છે. મારો ક્લાયંટ એમેઝોનનો ફક્ત એક કર્મચારી છે. આ સિરીયલ બનાવનારા લોકો સામે કેસ ચાલી રહૃાો છે. અમારી સામે ૧૦ કેસ નોંધાયા છે.

આપને જણાવી દઈએ કે વિવાદાસ્પદ વેબ સિરીઝ ‘તાંડવ માં હિન્દૃુ દેવી-દેવતાઓ પ્રત્યે કથિત વાંધાજનક સામગ્રી મૂકવાના આરોપ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સિરીઝમાં દિગ્દર્શક અલી અબ્બાસ, નિર્માતા હિમાંશુ કૃષ્ણ મેહરા અને લેખક ગૌરવ સોલંકી અને અન્ય પર હિન્દુ દેવ-દેવીઓના બદનક્ષીજનક ચિત્રણ બદલ અપર્ણા પુરોહિત વિરુદ્ધ હઝરતગંજ કોટવાલીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આઇટી અને માહિતી પ્રસારણ મંત્રાલયે ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે કેટલીક માર્ગદર્શિકા લાવી રહી છે. આ દિશાનિર્દેશો હેઠળ, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા માટે જોગવાઈ કરવામાં આવી છે કે તેઓએ તેમના કાર્ય વિશે અને તેઓ તેમની સામગ્રી કેવી રીતે તૈયાર કરે છે તે વિશે માહિતી આપવી પડશે. ઉપરાંત, સેલ્ફ રેગ્યુલેશન અપનાવવું પડશે. માર્ગદર્શિકા હેઠળ, એક નિયમનકારી એકમ બનાવવાની બાબત પણ હતી, જે હેઠળ પ્લેટફોર્મ્સની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા કોઈ અન્ય વ્યક્તિની અધ્યક્ષતામાં હોવું જોઈએ.

Previous articleનવી સંસદમાં અંડરગ્રાઉન્ડ રસ્તા વડાપ્રધાન-ઉપરાષ્ટ્રપતિના ઘર સુધી જશે
Next articleકેરળ ચૂંટણી પહેલા ’સંકટ’માં કોંગ્રેસ: વાયનાડમાં ૪ મોટા નેતાઓના રાજીનામા