એવો અકસ્માત કે જેના કરુણ દ્રશ્યો જોઈ લોકો હચમચી ગયા: 13 લોકોનાં મોત

390
MP-ACCIDENT-અકસ્માત
MP-ACCIDENT-અકસ્માત

Subscribe Saurashtra Kranti here

ગ્વાલિયરમાં બસ-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતમાં 12 મહિલાઓ સહિત 13 લોકોનાં મોત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકોના પરિવારને રૂ .4-4 લાખ સહાય આપવાની જાહેરાત કરી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંગલવારે સવારે ઓટો રિક્ષા અને બસ વચ્ચે અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ઓટો રિક્ષાનો ડ્રાઇવર અને તેમાં બેઠેલી 12 મહિલાઓનો સમાવેશ છે.

તમામ મહિલાઓ આંગણવાડીમાં સ્કૂલનાં બાળકો માટે રસોઇ બનાવી પરત ફરી રહી હતી. અકસ્માતમાં 9 મહિલા અને ઓટો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્ત અન્ય ત્રણ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને પણ મૃત જાહેર કરવામાં આવી હતી. રિક્ષા ગ્વાલિયરના મુરૈના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી, જ્યારે બસ મુરૈનાથી ગ્લાલિયર આવી રહી હતી. ઘટના આનંદપુર ટ્રેસ્ટ હોસ્પિટલ સામે થઈ હતી. સ્થાનિક લોકોની માહિતીના આધાર પર જૂની છાવણી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોમાં 9 લોકોની ઓળખ થઈ શકી છે. દરેક મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ કેસમાં ગ્વાલિયર RTO એપીએસ ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓટો ગ્વાલિયરથી મુરેના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી, ત્યારે બસ મુરેનાથી ગ્વાલિયર તરફ આવી રહી હતી. અકસ્માત આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે સર્જાયો હતો.  પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર તમામ 12 મહિલાઓ બે ઓટોથી પરત ફરી રહી હતી. રસ્તામાં એક ઓટો રિક્ષા બગડી હતી, બાદમાં તેમાં બેઠેલી મહિલાઓ સાથે આવી રહેલ અન્ય બીજી ઓટો રિક્ષામાં બેસી ગઈ હતી.

Read About Weather here

આ રીતે એક જ ઓટો રિક્ષામાં 12 મહિલાઓ સવાર હતી. તેમણે નક્કી કર્યું હતું કે તે જૂની છાવણીથી બીજી ઓટો રિક્ષા કરી લઈશું. પરંતુ કદાચ મૃત્યુએ જ તેમને એક ઓટો રિક્ષામાં સમાવી દીધી હતી. મુખ્યમંત્રી શિવરાહસિંહ ચૌહાણે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી શિવારાજસિંહે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here