એન્ટિલિયા બહારથી મળેલ સ્કોર્પિયો કારની તપાસ એનઆઇએ કરશે

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

મુંબઇ સ્થિત એન્ટિલિયાની બહાર સ્કોર્પિયોમાં વિસ્ફોટક ભરેલી કારની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી કરશે. ગૃહ મંત્રાલયે એનઆઇએને તપાસ સોંપી દીધી છે. પાછલા દિવસોમાં સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ મોત થયું હતું. હિરેનના મૃતદેહની તપાસ દરમ્યાન તેમના મોંમાંથી પાંચ રૂમાલ નીકાળ્યા છે. જ્યારે તેમનો મૃતદેહ એક નાળામાંથી મળ્યો હતો.

આ આખા કેસની પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસએ એનઆઇએને તપાસ કરાવાની માંગણી કરી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે આખા કેસની તપાસ એનઆઇએને સોંપી છે. હવે એનઆઇએએ ભાળ મેળવવાની કોશિશ કરશે કે એન્ટિલિયાની બહાર સ્કોર્પિયો ઉભી રાખવાનો હેતુ શું હતો અને તેની પાછળ કોઇનું ષડયંત્ર હતું.

૨૫ ફેબ્રુઆરીના રોજ દક્ષિણ મુંબઇના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઉભેલી મળી હતી. ૨૪ ફેબ્રુઆરીના મધરાતે ૧ વાગ્યાથી આ ગાડી એન્ટિલિયાની બહાર ઉભી હતી. બીજા દિવસે ગુરૂવારના રોજ તેના પર પોલીસની નજર ગઇ અને કારમાંથી ૨૦ જિલેટિનના રૉડ મળી આવ્યા હતા.

એન્ટિલિયાની બહારથી મળેલી શંકાસ્પદૃ ગાડીના કેસમાં મુંબઇના ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. આ કેસમાં ૨૮૬, ૪૬૫, ૪૭૩, ૫૦૬(૨),૧૨૦(B) IPC and u/s 4 of Explosive Substances Ac ૧૯૦૮ના અંતર્ગત કેસ નોંધાયો. જિલેટિન મળવાનો મામલો ગંભીર છે આ જા કારણ છે કે આતંકી એંગલને પણ તપાસવામાં આવી રહૃાો છે.