એન્ટિલિયા કેસ: અનિલ દેશમુખ-પવારની દિલ્હીમાં બેઠકથી અનેક તર્ક-વિતર્ક શરુ

11
ANTILIA-NIA
ANTILIA-NIA

Subscribe Saurashtra Kranti here.

એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેનના મોતની એનઆઇએ અને મહારાષ્ટ્ર એટીએસ તપાસ કરી

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદેથી અનિલ દેશમુખને હટાવાશે તેવી અટકળો

એન્ટિલિયા કેસ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલ-પાથલ ચાલુ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવાર અને ગૃહમંત્રી અનિલ દેશમુખની વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઇ. શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ અનિલ દેશમુખે કહૃાું કે વિદર્ભમાં ઇન્ટરનેશનલ કંપનીઓ આવવા માંગે છે તેના માટે કેટલીક મુશ્કેલીઓ હતી, તેના માટે હું પવાર સાહેબ સાથે મુલાકાત કરવા માટે આવ્યો હતો.

ગૃહમંત્રી અનિલ દેશમુખે કહૃાું કે એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેનના મોતની એનઆઇએ અને મહારાષ્ટ્ર એટીએસ તપાસ કરી રહૃાું છે. આ તપાસમાં એનઆઇએને સહયોગ અપાઇ રહૃાો છે. એન્ટિલિયા અને મનસુખ હિરેન કેસની સારી વ્યવસ્થિત રીતે તપાસ થવી જોઇએ, જે પણ આરોપી છે જેમનું નામ સામે આવી રહૃાું હોય તેના પર કડક કાર્યવાહી થવી જોઇએ. રાજીનામાંના પ્રશ્ર્ન પર અનિલ દેશમુખે કોઇ જવાબ આપ્યો નથી.

આની પહેલાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની વચ્ચે બેઠક થઇ હતી. આ મીટિંગ પર શિવસેના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે બધાં લોકો મળતા રહે છે, વાતચીત થતી રહે છે, ઘણા બધા મુદ્દા હોય છે, સરકારને કોઇ ખતરો નથી.

Read About Weather here

પોલીસ બેડામાં ફેરફારને લઇ શિવસેના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે મુખ્યમંત્રી અને બાકી સહયોગ દળ છે, જે પણ યોગ્ય લાગશે તે લોકો કરશે, ત્યાં ગૃહમંત્રી છે અનિલ દેશમુખ, જે પણ નિર્ણય થશે બધા મળીને કરીશું, હજુ તપાસ ચાલી રહી છે, તપાસની પહેલાં કંઇપણ કહેવું મુશ્કેલ છે.

શરદ પવાર અને સુપ્રિયા સુલે સંસદ ભવનથી નીકળે છે તેની પાંચ મિનિટની અંદર જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ શરદ પવારના ઘરે ૬ જનપથ દિલ્હીમાં તેમને મળવા માટે પહોંચી ગયા હતા. એન્ટિલિયા કેસમાં ગૃહમંત્રી અનિલ દેશમુખને હટાવાની અટકળો તેજ થઇ રહી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here