મધ્યપ્રદેશમાં એક સમયે રાષ્ટ્રપિતા ગાંધીજીના હત્યારા મથુરામ ગોડસેનું મંદિર બનાવીને દેશભરમાં વિવાદનો વાવંટોળ જગાવનાર એક સમયના ગોડસે-ભકતનું હવે હદય પરિવર્તન થઇ ગયું છે અને ગાંધી વિચાર સરણીથી પ્રેરાઇને કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની હાજરીમાં યોજાયેલા એક ખાસ સમારંભમાં ગોડસેના એક સમયના ભકત જેવા બાબુલાલ ચૌંરસીયાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. એક દિવસમાં પુરી થતી ચૂંટણી બંગાળમાં આઠ તબક્કા ચાલે છે. શું આ રમત કોઇ સમજાવી શકશે? મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે આવા કાર્યક્રમ પાછળ કોઇ ષડયંત્ર હોવાની શંકા વ્યકત કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા જયવિર શેરગીલે પણ ચૂંટણી પંચની આકરી ટીકા કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે, વન નેશન વન ઇલેકસનનું સુત્ર બંગાળ માટે લાગુ થતું નથી. સરકારની કહેણી અને કરણીમાં ફરક છે. બીજા એક કોંગ્રેસી નેતા તારીક અનવરે ટકોર કરી હતી કે, ભાજપને મદદ કરવા માટે જાણી જોઇએ ચૂંટણી પંચે આવો કાર્યક્રમ આપ્યો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, બંગાળ કોંગ્રેસે લાંબા કાર્યક્રમના નિર્ણયને આવકાર આપ્યો છે. બંગાળ કોંગ્રેસે જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી હોવાથી 10 થી 12 તબક્કાની ચૂંટણીઓ કરવી જોઇએ. ભાજપે પણ ચૂંટણી પંચના નિર્ણયને આવકાર આપ્યો છે.